________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૩ શુભભાવને અમૃતકુંભ આરોપથી કહ્યું છે. જેને અંદરમાં આનંદ અમૃતનો અનુભવ થયો તેના આનંદના સ્વાદ આગળ શુભભાવ વિષકુંભ જ છે. પરંતુ સાધક પૂર્ણ નથી થયો તો (અસ્થિરતાનો શુભભાવ આવે છે) તે સમ્યગ્દષ્ટિના શુભભાવને વ્યવહારનયથી અમૃત કહ્યું છે, નિશ્ચયથી તો તે ઝેર છે. ચરણાનુયોગ અધિકારમાં સમ્યગ્દષ્ટિનાં શુભભાવને અમૃતકુંભ કહ્યો છે. સમજમાં આવ્યું?
અરે..! ચેતનરાજા અનંતગુણોથી શોભાયમાન પ્રભુ બિરાજમાન છે, તેની રુચિ છોડીને તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના ભાવ તેની રુચિમાં જડનો-વિકારનો સ્વાદ લ્ય છે. તે હાથી જેવો અવિવેકી છે તેમ કહે છે.
પ્રશ્ન- ૧OO% માંથી એક ટકો પણ અમૃત નથી ?
ઉત્તર- એક ટકોય અમૃત નથી. ક્યાંય આરોપથી કહ્યું હોય તો તેને ખરેખર અમૃત કહ્યું નથી. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તો તેની સાથે રાગની મંદતા છે તો તેને સહચર દેખીને, નિમિત્ત દેખીને ઉપચારથી વ્યવહારથી કહ્યો છે, બાકી છે તો બંધનું કારણ. સમજમાં આવ્યું?
મોક્ષ અધિકારમાં તો બહુ સરસ લીધું છે. નિશ્ચય-વ્યવહાર બન્નેની વાત કરી છે. રાગથી ભિન્ન પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ તો તે હવે જ્યાં સુધી સ્વભાવમાં સ્થિર ન થાય ત્યાં સુધી અશુભથી બચવા ધર્માત્માને પણ શુભ તો આવે છે. પણ તે શુભને ઝેર માની ને હેય જાણે છે. વ્યવહાર શુભને અમૃતનો આરોપ આપ્યો છે. અમૃત તો આત્માની જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તે લેવી છે, પણ સાથે રાગને સહચારી જોઈને વ્યવહારથી અમૃત કહ્યો છે અર્થાત્ નિશ્ચયથી તો તે ઝેર છે.
પ્રશ્ન:- અપૂર્વકરણમાં શુભ પરિણામથી ગુણશ્રેણી નિર્જરા કહી છે? | ઉત્તર- ખરેખર તો શુદ્ધોપયોગમાં (શુદ્ધ સ્વભાવનું) લક્ષ છે માટે નિર્જરા થાય છે. જે પરિણામ આત્માની અભિમુખ-સન્મુખ થયા તેમાં નિર્જરા થાય છે. જરા ઝીણી વાત છે!
તે કરણ છે ને ! તે કરણને છોડી અને શુદ્ધોપયોગ ( આત્માની) સન્મુખ થાય છે ત્યારે તેને નિર્જરા થાય છે. અહીંયા કહે છે સાંભળતો ખરો પ્રભુ! ભજનમાં આવે છે
“હુમતો કબહું ન નિજઘર આયે,
પરઘર ભ્રમત બહુત દિન બીતે નામ અનેક ધરાયે..” આહા.. હા! હું દયાવાળો છું ને પુણ્યવાળો છું ને પાપવાળો છું ને તેમ પરઘર ને પોતાનું માને છે. નિજઘરનો ગૃહસ્થ તે છે જે પોતાના ઘરમાં “0” (સ્થિર થાય) તે ગૃહસ્થ છે. આ શરીરમાં, આ પૈસામાં, મકાનમાં રહે તે ગૃહસ્થ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk