________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૫
૩૨૯ (બહારમાં) લાગ્યું છે તો તેમાં તારું સર્વસ્વ છે જ નહીં. તારું સર્વસ્વ ભૂતાર્થમાં ધ્રુવમાં છે.
આહા.. હા! સર્વસ્વ માર પડયો છે. જેનામાંથી અનંત કેવળજ્ઞાન પ્રગટ થાય એવી અનંતી પર્યાય પ્રગટ થાય તેવા નિધાન ધ્રુવમાં છે. કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળત્રણલોકને દેખે તેવી એક પર્યાય, તેવી બીજા સમયની બીજી એવી સાદિ અનંત અનંત પર્યાય ઉત્પન્ન થઈ. તેવી પર્યાયો અનંતકાળ રહેશે પણ ભિન્ન-ભિન્ન થઈને રહેશે. એવી અનંત કેવળજ્ઞાનની પર્યાયનો પિંડ જ્ઞાનગુણ અંદર છે. એવી અનંતી શ્રદ્ધાની પર્યાય, એવી અનંતી પર્યાયનો પિંડ (ગુણ છે.) ભગવાનને અતીન્દ્રિય આનંદની પર્યાય જે ભગવાનને પ્રગટ થઈ છે તે અતીન્દ્રિય આનંદ તો એક સમય રહે છે, બીજે સમયે બીજો, ત્રીજે સમયે ત્રીજો એવો સાદિ અનંત. અનંત આનંદ તેવા અનંત આનંદનો પિંડ ગુણ છે અને તેવા અનંતગુણ ધ્રુવમાં છે. આહા! આવી વાત છે ભાઈ ! વીતરાગ મારગને માણસે સાંભળ્યો નથી. વીતરાગ શું કહે છે!
પરિગ્રહણ જ્યાં થયું ત્યાં પર્યાયમાં વીતરાગતા આવી ગઈ. પર્યાયમાં જે રાગ અને દુઃખનું વદન હતું તે તો વિકારનું વદન હતું. તે અજ્ઞાનમાં વિકારનું વ્યક્તપણું પ્રગટ થયું. પછી તે શુભરાગ હો તો પણ તે અજ્ઞાનમાં વિકાર પ્રગટ છે. આહા.. હા ! ભગવાન આત્માની એક લીટી ઘણી છે.
કોઈ કહેતું 'તું કે સમકિત પડી જાય છે. તે કોઈ વ્યક્તિ માટે વાત છે. પડી જાય છે. તેનું જ્ઞાન કરાવ્યું છે. અહીં કહે છે-પડી જવું તે અમારા ચોપડામાં નથી. પેલો નેપોલિયન કહેતો ને–અમારા ચોપડામાં અમે હારી જઈશું તેવી વાત નથી. અમે જ્યાં જઈશું ત્યાં જીતશું. આવું નાટકોમાં બહુ દેખ્યું છે. નાની ઉંમરમાં ધર્મના નાટક ઘણાં જોયા છે.
વડોદરામાં સંવત ૧૯૬૪ની સાલમાં ૧૮ વર્ષની ઉંમર હતી ત્યારે નાટક જોયેલું. આજથી સીત્તેર વર્ષ પહેલાં.. અત્યારે તો ૮૮ વરસ થયાં. નાટકમાં બાઈ પારણું ઝુલાવતી હતી ને નિર્વિકલ્પોડહં છે કહેતી હતી. સમયસાર જયસેન આચાર્યકૃત તેમાં બંધ અધિકારમાં આવે છે. “તસ્ય વંધસ્થ વિના સાથે વિશેષમાવનામોદ– (ગાથા- ૩૭૬-૩૦૭૩૦૮) તે બંધના નાશ ને માટે વિશેષ ભાવના કહે છે.
સદનશુદ્ધ જ્ઞાનાનવસ્વભાવોSહં, નિર્વિવત્વોડ૬, ૩૬ાલીનોSહં,” હું તો સ્વાભાવિક સહજાનંદ સ્વરૂપ છું. “સર્વેનીવા: ' બધા જીવ ભગવાન પૂર્ણાનંદ છે. તે તારી પર્યાયર્દષ્ટિ છોડી તો પરને પર્યાયષ્ટિ થી ન દેખ. “નિર્વિકલ્પોગ૬' આ શબ્દ નાટકમાં તે બાઈ બોલી હતી. “હવાસીનોગ૬' એ શબ્દો આપણે આ ગાથામાંથી નીકળ્યા.
“निरंजन निज शुद्धात्म सम्यक् श्रद्धानज्ञानानुष्ठानरुप निश्चय रत्नत्रयात्मक निर्विकल्प समाधि संजात वीतराग सहजानंदरुपसुखानुभूति मात्र लक्षणेन સ્વસંવેજ્ઞાનેન સંવેદ્યો ૫:હું તો મારા પોતાના જ્ઞાનથી વેદન કરવાવાળો છું..
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk