________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩૨૭ પણ તેને હેયબુદ્ધિએ આવે છે. તેને ભક્તિ-પૂજાનો ભાવ આવે છે પણ હેયબુદ્ધિએ આવે છે. ઉપાદેયબુદ્ધિ તો એક ભૂતાર્થની જ છે.
ભગવાન આત્મા એક સેંકન્ડના અસંખ્યાતમા ભાગમાં પૂર્ણઈદમ્ છે. અન્યમતિમાં તો એમ કહે છે કે ‘પૂર્ણરૂમ.' પૂર્ણઈદમ્ નો અર્થ એવો છે કે-જે પૂર્ણ ધ્રુવ સ્વરૂપ છે તેને પૂર્ણઈદમ્ કહે છે. ગીતામાં પૂર્ણઈદમ્ એટલે આ પૂર્ણ છે. ઈદમ્.. આ પૂર્ણ છે. એમ આ ધ્રુવ પૂર્ણ છે. સમજમાં આવ્યું?
આહા.. હા!એવી વાત કરી કે પરનો અહંકાર છોડવો દુર્વાર છે. આ તો મહાપુરુષાર્થ માગે છે એમ તે હઠે એવો નથી. એકવાર પણ તે ભૂતાર્થનું પરિગ્રહણ કર્યું તો પછી તને મિથ્યાત્વ નહીં રહે. એમ કહે છે.
પ્રભુ! આપ તો છ0 છોને?! પંચમઆરાના સંત છોને? શું તમે ભગવાન પાસે ગયા હતા? ભગવાને તેમને કહ્યું કે તમને જે સમકિત થયું છે તે નહીં પડે! આચાર્યદેવ કહે છે અમારા આત્માએ કહ્યું છે. આ પ્રવચનસાર ૯૨ ગાથામાં છે. “અમને આગમ કુશળતાથી અમારા આત્માનો અનુભવ થયો છે ફરી હવે પડવાના નથી.” આ અનુભવની દૃષ્ટિથી અમે કેવળજ્ઞાન લેવાના. વચ્ચમાં પડવું અને ફરી મિથ્યાત્વ આવી જાય એ વાત અમારા માર્ગમાં છે નહીં. આહા... હા! અંદર કેટલું જોર છે..!
આ શરાફ બજાર ચાલે છે તેના બે શેઠિયા બેઠા છે. કોઈ ખોટો રૂપિયો હોય તો શરાફમાં આગળ ન જવા દે. એમ ખોટી શ્રદ્ધા ખોટા જ્ઞાન તે શરાફબજારમાં નહીં ચાલવા દે. આવું મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. કોઈ ખોટી પરંપરા ચલાવવા માગે તો તેની ખોટી વાતનો નિષેધ કરવાવાળો નીકળે જ. તેની ખોટી વાત ન ચાલે. જૈન દર્શન વીતરાગ પરમાત્માનો માર્ગ છે. તેમાં કોઈ ખોટી પરંપરા ચલાવે તો એવો કોઈ પુરુષ નીકળે કે તે પરંપરાને ન ચાલવા હૈ. એવો આત્મા નીકળે જ. આવું મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે.
અહીં કહે છે કે-“ભૂતાર્થ પરિગ્રહણ” ભૂતાર્થનો અર્થ કર્યો છે કે શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ એટલે ત્રિકાળ સત્ય ધ્રુવ કારણ પ્રભુ. પરિગ્રહણનો અર્થ કર્યો. અનુભવ દ્વારા પકડે જ્ઞાનની પર્યાયે આખા ધ્રુવને પકડી લીધો એટલે અનુભવમાં લઈ લીધો. અનુભવ તો પર્યાયનો થાય છે પરંતુ ધ્રુવનો અનુભવ એમ કહેવામાં આવે છે. પહેલાં રાગનો અનુભવ હતો તે અપેક્ષાએ ધ્રુવનો અનુભવ એમ કહેવામાં આવે છે. અનુભવ તો પર્યાયમાં થાય છે. , અનુભવ કાંઈ ધ્રુવમાં થતો નથી.
અગીયાર ગાથામાં પણ એમ કહ્યું છે-“ભૂથ્થમ્ રિસતો વેનું સમ્મા9િ વડું નીવો.” જે જ્ઞાયકભાવ તિરોભૂત હતો દૃષ્ટિમાં વિપરીત હતો, એ જ્યાં સમ્યગ્દર્શન થયું તો જ્ઞાયકભાવ આવિર્ભાવ થયો-એવો પાઠ છે. શાકભાવનો ખરેખર તિરોભાવ કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk