________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૫
૩૨૫ ને ધાણી તેને ખેંચે છે આવું છે. હાડકાંમાં ફોસફરસ હોય તેમ આ તમારો બહારનો ફોસફરસ છે. તે શુભાશુભભાવોમાં ખેંચાય જાય છે અને ભૂતાર્થને ભૂલી જાય છે. ભૂલી જાય છે તે પણ પર્યાયમાં, દ્રવ્યગુણમાં કોઈ ભૂલી જવાનું એવું તો છે નહીં.
પહેલાં આવ્યું કે “દુર્વારમ્” મિથ્યાત્વને તોડવો મહા દુર્ગાર-મહા મુશ્કેલ છેઅતિશય ધીઠ છે. કહે છે કે-પુણ્ય પાપ અને તેનાં ફળમાં આકર્ષણ એ મિથ્યાત્વભાવ અતિ ધીઠ છે. “મહા દુર્વાર” છે. અતિધીઠ અને દુર્વાર છે. આ કાળમાં મહાપુરુષાર્થ માગે છે. અશકય નથી પણ દુર્વાર છે. અનાદિથી પુણ્ય-પાપના ફળમાં પ્રેમ પડયો છે તે રસને કારણે મિથ્યાત્વને છોડવો દુર્વાર છે, છતાં પોતાની ચીજ અંદરમાં છે તેનું ગ્રહણ થતાં મિથ્યાત્વભાવ છૂટે છે. સમજમાં આવ્યું?
ભૂતીર્થપરિપ્રદેy wવાર વિનય વ્રને અંતર પરમાત્મ સ્વરૂપ, સત્યાર્થ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ તેનું એકવાર ગ્રહણ કરવાથી, એકવારનો અર્થ કરે છેઅંતર્મુહૂર્ત. એક ક્ષણ પણ જો ભૂતાર્થ-ત્રિકાળી આત્માનો અનુભવ કરે તો મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે. પૂર્ણાનંદના નાથનું પરિગ્રહણ અર્થાત્ પરિ નામ ઉત્કર્ષ સમસ્ત પ્રકારે ગ્રહણ કરે, પર્યાયમાં તેનો આદર કરે તેને ભૂતાર્થ પરિગ્રહણ કહે છે.
જે ત્રિકાળી સ્વરૂપને કારણ પરમાત્મા કહે છે, ત્રિકાળી સ્વરૂપને કારણે જીવ કહે છે તે જીવદ્રવ્યને અહીંયા ભૂતાર્થ કહ્યો છે. અગિયારમી ગાથામાં તેને ભૂતાર્થ કહ્યો છે. “મૂયશ્ચમ્ રિસ્સવો નુ સમ્મા9િ વરૂ નીવો.” અગિયાર ગાથા જૈનશાસનનો પ્રાણ છે. -ધર્મનો પ્રાણ છે. જૈનદર્શન કોઈ પક્ષ નથી. વસ્તુના સ્વભાવનો એ પ્રાણ છે.
એકવાર પર ઉપરથી દષ્ટિ છોડી સમ્યગ્દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થ ભગવાન આત્માને પકડી લેવો, અનુભવવો તે ધર્મ છે. પુણ્ય-પાપનો અનુભવ તેને અનંતવાર થયો તે દુઃખનો અનુભવ છે. દુઃખના અનુભવનું ફળ. ચારગતિ તે પણ દુઃખ છે. સ્વર્ગ ગતિમાં દુઃખ છે કારણ કે તે પરાધીન છે. પંચાસ્તિકાયમાં કહ્યું કે- ચારેય ગતિ પરાધીન છે ભાઈ ! કારણ કે રાગનું અને દુઃખનું વેદન તે પરાધીન છે. સ્વર્ગમાં પણ દુઃખનું વેદન છે. એ વેદનને એકવાર છોડી જ્યાં પરિપૂર્ણ ભગવાન છે, અંદર જીવની સત્તા છે, આ ઉત્પાદ-વ્યયની સત્તા તો એક સમયની છે ધ્રુવની સત્તા ત્રિકાળ છે. તેનાં લક્ષે જે સમ્યગ્દર્શન થયું તે હવે ન પડે, તે પૂર્ણ કેવળજ્ઞાન ત્યે એવી ચીજ છે. સમ્યગ્દર્શન કહો અને પડી જાય છે તેમ કહો એવી નમાલી વાત અહીંયા છે જ નહીં. સમ્યગ્દર્શન પડવાની વાત કહી તે તો જ્ઞાન કરાવવા કહી. સમજમાં આવ્યું?
પ્રવચનસારની ૯૨ મી ગાથામાં એ વાત છે. એકવાર અમારા આત્માએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું, એવી વસ્તુની સ્થિતિ.. ફરીથી હવે અમને મિથ્યાત્વ નહીં થાય. તમે છ0 પંચમઆરાના સાધુ અને આટલું જોર !? આતો સર્વજ્ઞના વિરહમાં અમે કહીએ છીએ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk