________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬
કલશામૃત ભાગ-૨ તે સાંભળને ! આવા દિગમ્બર સંતોના પોકાર છે. અહીંયા એ પોકાર અમૃતચંદ્રાચાર્ય કરે છે. કુંદકુંદાચાર્ય પણ એમ કહે છે. પ્રભુ ! ૫૨માત્મ સ્વરૂપનો એકવાર સ્પર્શ કર્યો... તેને મિથ્યાત્વ નહીં રહે. આ પુણ્ય-પાપનો સ્પર્શતો તેણે અનંતવા૨ કર્યો છે. પરંતુ આનંદસ્વરૂપ ભગવાન, સચ્ચિદાનંદ પ્રભુનો પર્યાયમાં આનંદ આવ્યો તે આનંદની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો અને કરોડો અપ્સરાના ભોગ તે ઝેર જેવા લાગે છે.
પોતાનો આત્મા આનંદસ્વરૂપ તે ભૂતાર્થ છે.. સત્યાર્થ છે... કા૨ણપ્રભુ છે. તો પ્રશ્ન આવ્યો કે-કારણ છે તો કાર્ય કેમ નથી આવતું ? આત્મા કારણ છે તેવો સ્વીકા૨ કોણે કર્યો ? પ્રભુના સ્વીકાર વિના... આત્મા કા૨ણ છે તે કયાંથી આવ્યું ? ૫૨માત્મા ભૂતાર્થ છે.. કા૨ણ છે તો કાર્ય કેમ નથી આવતું ? કારણ છે તેવો તેં સ્વીકાર કર્યો છે ? પરિગ્રહેણ નથી કર્યું.. તેણે આત્માને પકડયો નથી. છે તેવું પર્યાયમાં ભાન હોય તો તેને છે, ભાન ન હોય તો તેને છે એવું કયાંથી આવ્યું ?
ત્રિભુવનભાઈ વારિયા છે તેમણે સમજવા માટે પ્રશ્ન કર્યો હતો. કાઠિયાવાડમાં જામનગરના વિરજીભાઈ વકિલ હતા. દિગમ્બર શાસ્ત્રનો કાઠિયાવાડમાં સૌ પહેલો તેમને અભ્યાસ હતો. ૯૨-૯૩ વર્ષની ઉંમરે ગુજરી ગયા. તેમના દીકરાએ પ્રશ્ન કર્યો હતો. પ્રભુ ! તમે કા૨ણ ૫૨માત્મા.. કા૨ણ ૫૨માત્મા કહો છો તો કા૨ણ હોય તો કાર્ય તો આવવું જ જોઈએ. પણ.. કોને ?! કારણ ૫૨માત્મા છે એવો સ્વીકાર આવે તેને કા૨ણ હોવું જ જોઈએ.
ભગવાન અંદર સત્યાર્થ નામ સચ્ચિદાનંદ પ્રભુ છે. પોતાના સ્વભાવની ધ્રૌવ્યતાએ બિરાજમાન પરમાત્મા છે. તેનો પર્યાયમાં સ્વીકાર કર્યા વિના તેને ‘ છે’ તેવું કયાંથી આવ્યું ? ભાઈ ! આત્મા છે તો છે.. પણ કોને ? જે માને તેને. આ તો સંતોના અધ્યાત્મના મોટા દરિયા ઉછળ્યા છે. આ એક શબ્દમાં તો ઘણી જ ગંભીરતા ભરી છે.
અહીં તો એ વાત કરે છે-અનાદિથી પુણ્ય-પાપમાં અને તેના ફળમાં અહંકાર તેવો મિથ્યાત્વભાવ પ્રભુ તેં અનંતવા૨ કર્યો તે જૂઠો ભાવ છે-અસત્યભાવ છે. તારી ચીજથી તને પુણ્ય-પાપ અને તેના ફળનો અધિકરૂપ સ્વીકા૨ ક૨વાથી તારી ચીજની નીચતા તને ખ્યાલમાં આવે છે. ૫૨ની અધિકતા થતાં આત્માની નીચતા થઈ ગઈ. આહા.. હા ! એકવાર પ્રભુ તારી ઉચ્ચતાનો સ્વીકા૨ ક૨, અને આ નીચતાનો અનાદર કર.
અહીં કહે છે-૫૨ ત૨ફનું આકર્ષણ છોડી દે! અરે..! ત્રણલોકના નાથની દિવ્ય ધ્વનિ ત૨ફનું આકર્ષણ છે એ પણ છોડી દે ! પ્રભુ તો કહે છે કે–અમારી વાણી સાંભળવામાં તને વિકલ્પ થશે.., કેમકે અમે ૫દ્રવ્ય છીએ. મોક્ષપાહુડમાં સોળમી ગાથામાં આવ્યું છે કે–“ ૫૨ દવ્વાઓ દુગઈ ” તારી અપેક્ષાએ અમે ૫૨ દ્રવ્ય છીએ. અમારા તરફના લક્ષથી તને રાગ થશે, ચૈતન્યની ગતિ નહીં થાય.. એ દુર્ગતિ છે. ધર્મીને પણ વ્યવહાર આવે છે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk