________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪
કલાકૃત ભાગ-૨ ત્રિકાળી ચીજ છે... તે કારણ પરમાત્મા ભૂતાર્થ સત્યાર્થ કારણ જીવ છે. ધ્રુવ સામાન્ય અભેદ છે તો કાર્ય તો આવવું જ જોઈએ ને ?
તેને કહ્યું કે ભાઈ ! પરમાત્મા ભૂતાર્થ છે પરંતુ તેના સ્વીકાર વિના તેની પર્યાયમાં ભૂતાર્થ છે તે ક્યાં રહ્યું ! છે તો કારણ પરમાત્મા ત્રિકાળ, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, સામાન્ય છે, અભેદ છે, સદેશ છે પરંતુ પર્યાયમાં આવા દ્રવ્યનો સ્વીકાર આવ્યા વિના તેને શું આવ્યું ? આ હા હા... ઝીણી વાતો બાપુ !
જેમ બહારની ચીજના આકર્ષણમાં આકર્ષાઈ જાય છે. અશુભની ચેષ્ટા તેવી રીતે શુભની ચેષ્ટામાં આકર્ષણ થઈ જાય છે. તો તે કારણ પરમાત્માને ભૂલી જાય છે. અહીં કહે છે કે-પરમાં આકર્ષણ કેવું થયું? જેમ લોહ ચુંબકમાં લોઢું ખેંચાય છે તેમ પરમાં તેની દૃષ્ટિ ખેંચાઈ જાય છે. અનુકૂળ શરીરાદિમાં તારી વૃત્તિ ખેંચાય છે. પ્રતિકૂળ દેખીને આ દુઃખરૂપ છે તેમ તારી વૃત્તિ ખેંચાય જાય છે. દયા-દાન-વ્રતના શુભભાવમાં પણ તારી વૃત્તિ ખેંચાય જાય છે.
આ સંસારમાં પરિવર્તન તો અનંતવાર કર્યું પ્રભુ! ભાવ અર્થાત્ શુભભાવ પણ અનંતવાર થયો છે. દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ, ભવ ને કાળ એ પાંચ પરાવર્તન અનંતવાર કર્યા છે.
શ્રોતા:- તો બાકી રહી ગયું?
ઉત્તર- “ભૂતાર્થ પરિગ્રહણ' તે બાકી રહી ગયું. તેણે ખોટો રૂપિયો ચલાવ્યો અને સાચા રૂપિયા ઉપર લક્ષ ન આપ્યું. એક “ક” અક્ષર બોલે તેટલામાં તો અસંખ્ય સમય જાય છે. તેમાં એક સમયમાં ધ્રુવ ભગવાન અનંતજ્ઞાન-દર્શન અને અનંત વીર્યથી ભરેલો ભગવાન પ્રભુ છે તેને અહીંયા કારણ પરમાત્મા કહે છે. તેને ભૂતાર્થ કહો. સત્યાર્થ કહો બધું એક જ છે.
ભૂતાર્થ પરિગ્રહણ” એવો શબ્દ છે. આગળ “એકવાર’ એવો શબ્દ આવશે. શુભાશુભ ભાવોનું પરિગ્રહણ કરી અને ભ્રમણ કરે છે. પરંતુ ભૂતાર્થનું પરિગ્રહણ કદી ન કર્યું. અહીં કહે છે-“ભૂતાર્થ પરિગ્રહેણ ” પરિ નામ સમસ્ત પ્રકારે ગ્રહણ નામ અનુભવ થાય તે પરિગ્રહણ.
સત્યાર્થ પ્રભુ એક સમયમાં આનંદકંદનાથ અતીન્દ્રિય આનંદનું દળ છે. અમારે અહીંયા કાઠિયાવાડમાં દળના લાડુ બનાવે છે. તે દળનો લાડુ જેમ છે તેવો આ દળનો લાડુ છે. અતીન્દ્રિય આનંદનો દળપિંડ છે. તેને પોતા તરફની મહિમા કયારેય નથી આવી. જે ચીજ પૂર્ણ અને અખંડ છે તેના વિરુદ્ધની જે વાત છે તેમાં તેની મહિમા અને મહાભ્ય આવ્યાં છે, એ તો મિથ્યાત્વભાવ છે.
જેમ લોહચુંબક લોખંડને ખેંચે છે તેમ બાહ્યની અનુકૂળતાથી, પૈસા, આબરુ, ધૂળ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk