________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
કલશામૃત ભાગ-૨ અહંકાર તે મિથ્યાત્વ છે. આ તો હજુ ૫૨ લક્ષી ક્ષયોપશમ છે. આત્મલક્ષી ક્ષયોપશમ હોય તો તો તેનું અભિમાન ગળી જાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે–“ પંડિય પંડિય પંડિય કણ છોડિ વિતુસ કેડિયા એ ફોતરાં ખાંડયા હૈ પંડિત.. ! .. પંડિત.. ! હે.. પંડિત.. ! તું કણને છોડી ફોતરા ખાંડે છે ! દૃષ્ટિ કરી નહીં તો ફોતરાં ખાંડયા. ફોતરાં ખાંડવાથી ચોખા નીકળે ? એ દૃષ્ટાંત આપ્યો છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દૃષ્ટાંત આપ્યું છે. એક કરોડપતિ ગૃહસ્થ બાઈ હતી. તે ખાંડણીયામાં ચોખા–( કમોદ ) ખાંડતી હતી. તો ચોખા છે તે નીચે જતા રહેતા હતા અને ઉ૫૨ ફોતરાં રહેતા હતા. એક ગરીબ ઘરની બાઈ આવી તેણે જોયું કે આતો ફોતરાં ખાંડે છે. તેને ખબર નથી કે આ ફોતરાં તો ઉપર છે અને ચોખા છે તેતો નીચે ચાલ્યા જાય છે. આવું જોઈને તે તેના પતિને કહે-ફોતરાં લઈ આવો... હું પણ ફોતરાં ખાંડીશ અને ચોખા મેળવીશ. તેમ શાની તો પોતાના નિજ સ્વરૂપના અનુભવમાં છે છતાં તેને મહાવ્રત આદિના વિકલ્પ આવે છે. તે ફોતરાં છે. તો અજ્ઞાની ફોતરાંને જોઈને હું પણ આમ કરીશ. અજ્ઞાનીને ખબર નથી કે આ ફોતરાં પાછળ આનંદનો નાથ તેના અનુભવમાં છે તેની તો ખબર નથી. તે તો એમ જાણે છે કે-જ્ઞાની પણ આમ કરે.. આમ કરે છે.. આમ કરે છે. અમે પણ તેમ કરીશું. આહાહા ! પણ જે ચોખા છે તે ખાંડણીયામાં નીચે રહે છે-તે ફોતરાંથી છૂટા પડી ગયા છે અને ઉ૫૨ તો ફોતરાં રહે છે. તેમ ભગવાન આત્મા ‘ ભૂતાર્થ પરિગ્રòણ ' –એમ કહે છે.
,,
શું કહે છે ? “ ( ભૂતાર્થ પરિપ્રદેળ) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે અન્તર્મુહૂર્તમાત્ર વિનાશને પામે તો...”
અગિયારમી ગાથાની અને અહીં ટીકાની એકજ ભાષા છે. “ ભૂયથ્થું અસ્તિવો વસ્તુ સન્માદ્ધિ હવદ્ નીવો.” ત્રિકાળી દ્રવ્ય પ્રભુ ! એક સમયમાં ભૂતાર્થ-સત્યાર્થ છે. (ભૂતાર્થ પરિગ્રòણ ) શુદ્ધ સ્વરૂપના અનુભવ દ્વારા, ભૂતાર્થ પરિગ્રàણ અર્થાત્ સત્યમૂર્તિ ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કર્યો. ત્રિકાળી ચીજવસ્તુ છે તે સત્ય શુદ્ધ ચેતનકંદ છે.. તેનું નામ ભૂતાર્થ છે. તેનો પરિગ્રòણ અર્થાત્ અનુભવ કર્યો. પિર એટલે સમસ્ત પ્રકારે આત્માને પકડી લીધો છે–અનુભવ કર્યો છે.
આહાહા... ! એકવાર “ અન્તર્મુહૂર્ત માત્ર વિનાશને પામે તો,” ખલાસ થઈ જાય. શું કહે છે ? જે ત્રિકાળી ભગવાન આત્મા છે સચ્ચિદાનંદ પ્રભુ તેને ‘ભૂતાર્થ પરિગ્રòણ ’ એટલે સત્યાર્થને પકડી અનુભવ કરે તો ક્ષણમાત્રમાં મિથ્યાત્વનો નાશ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk