________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦
કલશામૃત ભાગ-૨ સંસા૨ છે. નિગોદના જીવમાં પણ આ પરિણામ છે. લસણ, ડુંગળીના એક રાય જેટલા ટુકડામાં અસંખ્ય શરીર છે.. અને એક શ૨ી૨માં અનંત જીવ છે.. અને એક જીવમાં અનંત શક્તિઓ છે. એ રાગને કરે, પુણ્ય-પાપને કરે અને ૫૨ને ક૨ે એવી બુદ્ધિ અનાદિથી ચાલી આવી છે.
અહીં કહે છે.. તે “ મિથ્યાત્વરૂપી (તમ:) અંધકાર કેવો છે ? ‘ પરં’ ૫૨દ્રવ્ય સ્વરૂપ છે.”
આહા.. હા ! એ ૫૨દ્રવ્યના પરિણામને હું કરું તેવા પરિણામને જ પદ્રવ્ય સ્વરૂપ કહે છે. પહેલા એમ કહ્યું હતું (આગલા કળશમાં) અશુદ્ધ પરિણતિ આત્માની છે. અહીંયા કહે છે કે-આત્મા ૫દ્રવ્યને-કર્મબંધનની પર્યાયને કરે એવો ભાવ મિથ્યાત્વ૫દ્રવ્ય છે, તે સ્વદ્રવ્ય નહીં. સમજમાં આવ્યું ?
'
*
‘વળી કેવો છે ? “ થળે: દુર્વાર” અતિશય ધીઠ છે.”
આહા.. હા ! અનાદિથી (ચાલ્યા આવતા ) ૫૨દ્રવ્યના પરિણામ અર્થાત્ હું કરું છું તેવો મિથ્યાત્વ ભાવ મહાધીઠ છે. આહા ! સત્ને સ્વીકારતો નથી અને ઉંધી દૃષ્ટિમાં પડયો છે. લોકમાં કહેવાય છે.. આ ધીઠ છે.
66
વળી કેવો છે ? “ મહાનંગરવું” હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું ના૨ક ’ એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ તે જ છે સ્વરૂપ જેનું એવો છે.
અનાદિથી એમ માને છે કે “ હું દેવ છું” અરે.. પ્રભુ ! તે તો અહંકાર છે. અહીં કહે છે–ભગવાન તમે તો જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છો ને ! આહા.. હા ! હું દેવ છું તે અહંકાર કયાંથી આવ્યો પ્રભુ ! તેં તારી પ્રભુતામાં કેવું લાંચ્છન લગાડી દીધું ? પ્રભુ !
હું દેવ છું, હું મનુષ્ય છું, હું શેઠ છું, હું પૈસાવાળો છું, હું નિર્ધન છું.. વગેરે... આવો મિથ્યાત્વનો અંધકાર તને કયાંથી આવ્યો ? હું તિર્યંચ છું, હું પશુ છું.. તો પશુ તો જડ શરીર છે, આત્મા પશુ છે ? હું પશુ છું તે અહંકાર છે. પશુ છે તો પશુના શરીર ઉ૫૨ દૃષ્ટિએ આ ખાવું-પીવું છે ? ! આ શ૨ી૨ છે તે હું છું એમ માને છે, અંદર ચૈતન્ય ભગવાન બિરાજે છે તેની તો ખબર નથી. ‘હું મનુષ્ય છું ’ તો મનુષ્યના સ્વરૂપે (‘ મૃના: ચરન્તિ ’) મૃગલા
ચરે છે.
ܕܕ
આહા.. હા ! હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું.. એ મનુષ્યના રૂપમાં મૃગલા જેવા મિથ્યાદૅષ્ટિ છે. તેને કહે છે કે-ચૈતન્ય ભગવાન જે આનંદસ્વરૂપ છે તેની ત૨ફનો તો ભરોસો નથી.. અને આ ભરોસા ઉપર ચડી ગયા કે–“ હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું ના૨ક છું” તેવી કર્મની પર્યાયમાં આત્મબુદ્ધિ રહી છે. કેમકે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય અરૂપી સૂક્ષ્મ છે તેની દૃષ્ટિની તો ખબર નથી. તેથી જ્ઞાનની પર્યાયમાં જે જાણવામાં આવે છે તે ચીજ હું છું તેમ માને છે. આ શરીર જાણવામાં આવ્યું તો આ શરીર
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk