________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
કલશામૃત ભાગ-૨ આહા.. હા! મોટો ફેર પણ શું થાય? અમે બીજાનું કરી દઈએ ! બીજાને સમજાવી દઈએ ! પહેલાં તે સમજતો નહોતો અને અમે સમજાવ્યું તો સમજણ આવી ! એ બધો મિથ્યા અભિપ્રાય છે.
એક દ્રવ્ય બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું પણ કર્તા નથી;
આત્મા ચેતન દ્રવ્ય છે, એ જો પુગલ દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ થાય. ભગવાન ચેતન સ્વરૂપ છે. તેની વિકારી પર્યાય ચેતન સ્વરૂપ છે તે પલટીને કર્મની પર્યાયમાં જાય, જડ થાય તો પરનો કર્તા થાય. ચેતનની પરિણતિ કયારેય જડરૂપ થતી નથી. આચાર્યો દિગમ્બર મુનિઓએ જંગલમાં રહીને વીતરાગ ભાવની પ્રસિદ્ધિ કરી છે. આહા... હા ! આવી વાત કયાંય છે નહીં. વસ્તુ સ્થિતિ જ આવી છે. સમાજમાં આવ્યું?!
આહા હા ! કહે છે કે-ચેતનદ્રવ્ય પરદ્રવ્યરૂપ થાય તો તે કર્મોનો કર્તા થાય. પોતાનામાં થતાં રાગ-દ્વેષ અશુદ્ધ ચેતન પરિણામનો પણ કર્તા થાય અને પરનો પણ કર્તા થાય એમ તો છે નહીં.
અનાદિ નિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે.” અનાદિ અનંત જીવ ભગવાન આત્મા તો પોતાનામાં એકરૂપ છે. તે કયારેય જડરૂ૫ થયો જ નથી. જડરૂપ થયા વિના જડની પર્યાયને કેવી રીતે કરે? એમ કહે છે. “તેથી પોતાના અશુદ્ધ ચેતના પરિણામનું કર્તા છે,” અચેતન કર્મનું કર્તા નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે.
: નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં, અપર પ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં. ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહીં. નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહીં. જેમ ત્રિકાળી દ્રવ્ય : સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે.
(પરમાગમસાર બોલ નં. ૭૬૫):
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk