________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩ર૧ હું છું, યુવાન શરીર હું , વૃદ્ધ શરીર હું છું, બાળ શરીર હું છું, હું સ્ત્રી, હું પુરુષ, હું નપુંસક છું તે બધો મિથ્યા અહંકાર છે. એ તો ભગવાન શાયક સ્વરૂપ ચિદાનંદ છે, તે કયારેય પરરૂપ થયો જ નથી.
યતિ તદ્ ભૂતાર્થપરિપ્રદેણ છવાઈ વિનયં વ્રનેત” જો કદી, એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે.”
આહાહા! અનાદિથી હું એકેન્દ્રિય છું, હું બે ઇન્દ્રિય છું, હું ત્રણ ઇન્દ્રિય છું, હું પંચેન્દ્રિય છું, હું મૂરખ છું તે બધું પર્યાયનું અભિમાન છે. સમજમાં આવ્યું?
શ્રોતા:- આત્માને મૂરખ માનવો તે પણ અભિમાન છે?
ઉત્તર-આત્મા મૂરખ છે જ નહીં. પર્યાયમાં મૂરખ માને છે તે મૂઢ છે એમ કહે છે. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ, પરમેશ્વર સ્વરૂપ ભગવાન સ્વરૂપે છે-એમ કહે છે. આહા. હા! અરે! આત્માને મૂરખ કહેવો તે મિથ્યાત્વનું મોટું કલંક છે. કહે છે કે-હું મૂઢ છું, હું અજ્ઞાની છું; અરે. પ્રભુ! તું આ શું કહે છે? તને તારી ચીજની ખબર નથી... પ્રભુ! આહા. હા! તું તો સચ્ચિદાનંદ પ્રભુ છો ને!? સત્ = શાશ્વત, ચિત્ = જ્ઞાન અને આનંદનું પૂર પડ્યું છે ને અંદર... આહાહા ! જ્ઞાનના નૂરનું તેજનું પૂર અમૃતનો સાગર સ્વભાવથી ભર્યો પડ્યો છે ને! આવી ચીજને લક્ષમાંથી છોડી અને જે કર્મની પર્યાય છે તે દેહમાં, મનુષ્ય પર્યાયમાં અહંકાર કરવો તે મિથ્યાત્વ છે. એ પર્યાય જીવની નહીં, તે પર્યાય તો કર્મ છે.
આહાહા ! કર્મની પર્યાયમાં હું વાણિયો છું, હું દરબાર છું, હું હરિજન છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું ક્ષત્રિય છું તેવી માન્યતા મિથ્યાત્વ છે. અંધકાર છે. નિશ્ચયથી ક્ષત્રિય તેને કહે છે કે-પોતાના સ્વભાવમાં જે ક્ષત્રિપણું છે. તે વડે પરને જીતી અને પોતાની દૃષ્ટિ પોતાનામાં રહે તે ક્ષત્રિય છે. વૈશ્ય એને કહીએ કે પોતાના જ્ઞાયક સ્વભાવની રીતિનો વ્યાપાર કરે તે વૈશ્ય છે. સમજમાં આવ્યું?
- શ્રી દીપચંદજી કૃત પંચસંગ્રહ છે તેમાં આ છે. અધ્યાત્મ પંચ સંગ્રહ નામ છે તેમાં પાંચ અધિકાર છે. (૧) પરમાત્મ પુરાણ (૨) જ્ઞાન દર્પણ (૩) સ્વરૂપાનંદ (૩) ઉપદેશસિદ્ધાંત રત્ન (૫) સવૈયા ટીકા. તેવા પાંચ અધ્યાય છે. તે અધ્યાત્મના શબ્દોથી ભરેલું છે.
અહીં કહે છે–પ્રભુ તું અનાદિથી પોતાનો જ્ઞાયક સ્વભાવ ચેતન, આનંદપ્રભુ.. અતીન્દ્રિય આનંદનો ભંડાર સ્વરૂપ ઓહો.. હો ! અને તે પણ પૂર્ણાનંદ ઇદમ, પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શ્રદ્ધા આ બધી ત્રિકાળીની વાત છે હોં ! પૂર્ણ ઇશ્વરતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ વીર્યતા એવી શક્તિવાળો પોતાને ન માની અને જે કર્મની પર્યાય મળી છે તેને પોતાનું માને છે તે મોટો મિથ્યાત્વનો અંધકાર છે. જ્ઞાનનો થોડો ક્ષયોપશમ હો તેનો પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk