________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
કલશાકૃત ભાગ-૨ આવિર્ભાવ થતો જ નથી. જ્ઞાયકભાવ તો ત્રિકાળ જ્ઞાયકભાવ જ છે. પરંતુ સમ્યગ્દર્શન વિના જ્ઞાયકભાવ તિરોભાવરૂપ હતો, દેષ્ટિમાં ન હતો તેથી તિરોભાવ કહ્યું. એ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યો તો આવિર્ભાવ થયો એમ કહ્યું. ખરેખર જ્ઞાયકભાવનો આવિર્ભાવ થતો નથી શાકભાવ તો ત્રિકાળ જ્ઞાયકભાવ છે. પરંતુ અનુભવમાં આવ્યો તો જ્ઞાયકભાવનો આવિર્ભાવ થયો તેમ કહેવામાં આવે છે.
શ્રોતા- દૃષ્ટિમાં આવ્યો ત્યારે આવિર્ભાવ કહ્યો !
ઉત્તરઃ- દૃષ્ટિમાં આવ્યો ત્યારે આવી વાત કહેવામાં આવી. બાકી જ્ઞાયકભાવ તો ત્રિકાળ જ્ઞાયકભાવ જ છે. પ્રવચનસારની ૨00 ગાથામાં છે કે-જ્ઞાયકભાવ તો શાકભાવપણે ત્રિકાળ રહ્યો છે. ભગવાન રસકંદ ધ્રુવ એતો જ્ઞાયકભાવપણે અનાદિથી છે. તેમાં કોઈ ગરબડ થઈ નથી. ગરબડતો પર્યાયમાં થાય છે.
અહીં એમ કહ્યું કે-“ભૂતાર્થ પરિગ્રહણ.” ભૂતાર્થનો અનુભવ અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ. તો શુદ્ધ સ્વરૂપ ધ્રુવનો અનુભવ છે? પરંતુ તેનો અર્થ એ છે કે ધ્રુવનો સ્વીકાર પર્યાયમાં થયો તો ધ્રુવનો અનુભવ કહેવામાં આવે છે. અનુભવ પોતે તો પર્યાય છે. આહા.. હા! ધ્રુવ જે સદેશ વસ્તુ છે તેનો અનુભવ પર્યાયમાં કયાંથી આવે! સમજમાં આવ્યું?
આહા.. હા ! ધ્રુવ જે સદેશ વસ્તુ છે તેનો અનુભવ પર્યાયમાં કયાં આવે છે?! જરી સૂક્ષ્મ વાત છે. શ્લોક જ એવો છે. આ મારગ જ એવો છે બાપા! ધ્રુવ તે તો દ્રવ્ય છે તો શું ધ્રુવનો અનુભવ થાય છે?
પ્રશ્ન- અનુભવ તે પર્યાય છે તો શું પર્યાયનો અનુભવ કરવામાં આવે છે? | ઉત્તર- એતો રાગનો અનુભવ હતો એ અપેક્ષાએ કહ્યું કે હવે દ્રવ્યનો અનુભવ થયો. રાગનો અનુભવ હતો તે તો અજ્ઞાન હતું તેથી ધ્રુવનો અનુભવ થયો એમ કહેવામાં આવ્યું. આવી વાત છે. આતો વીતરાગી સંતો કેવળજ્ઞાનના કેડાયતો તેની વાત છે બાપુ ! બાપુ! આ કાંઈ કથા-વાર્તા નથી. દિગમ્બર સંતો એટલે કોણ? પરમાત્માના વારસદાર.
શ્રોતા:- અમારી સામે બેઠા છે.
ઉત્તર- આ તો મુનિની વાત કરીએ છીએ. અમે તો ચારિત્રવત મુનિ આનંદકંદ છીએ. સમયસારની પાંચમી ગાથામાં લીધું છે કે-હું નિજ વૈભવથી કહીશ. અમારો વૈભવ શું છે? અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન, તેમાં આનંદની મહોરછાપ પડી છે તે અમારો વૈભવ છે. કુંદકુંદાચાર્ય મુનિરાજ એમ કહે છે. આ પૈસા આદિ તમારા વૈભવ એ તો બધા કચરા છે, તે વૈભવની અહીં વાત નથી.
અહીં કહે છે કે-એકવાર પણ ભૂતાર્થનું પરિગ્રહણ થાય તો આ તારી કરવટ બદલી જાય. તારી રુચિ રાગ અને પર્યાય ઉપર હતી, તારી રુચિ અને તારું સર્વસ્વ ત્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk