________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
કલશાકૃત ભાગ-૨ સર્વશક્તિ તેનામાં રહી. ઇશ્વર પરનો કર્તા છે તેવું ત્રણકાળમાં છે નહીં. બધે ઉંધું માર્યું છે. અમે નાની ઉંમર રર-ર૩ વર્ષની હતી ત્યારે હજુ દિક્ષીત થયા નહોતા ત્યારે મંદિરમાં ગયા હતા. ત્યારે શરીર ઘણું જ સુંદર હતું, અત્યારે તો શરીરને અયાસી થયા. અમને જોઈને એ વખતે એક સાધુ બોલેલો-ઇશ્વર વિના એક પાંદડું પણ ચાલતું નથી. તે સાધુ કપડાં ધોતો હતો. મને જોઈને આ રીતે બોલેલો. અમે ગઢડાના હતા. પિતાજીના પિતાજી ગામમાં પ્રસિદ્ધ છે. ગામમાં જૂની મેડી સૌ પ્રથમ પિતાજીનાં પિતાજીની હતી. તે ગૃહસ્થ હતા. એ વખતના ગૃહસ્થ અને અત્યારના ગૃહસ્થ એક દિવસમાં દશ-દશ હજાર પેદા કરે. એ વખતે દશ હજારની પૂંજી હતી. | (દાદાનું) રાજકુમાર જેવું શરીર હતું. કામધંધા આખું વરસ કરતા નહીં. રૂની પેઢી હતી તેમાં બે માસ ધંધો હતો. બે માસમાં બે હજાર પેદા કરતા હતા બસ. બાકી તમારી જેમ બીજા દશ મહિના મજૂરી કરતા નહીં. અમારા પિતાજીની માતા કહેતા હતાઆપણા ઘરમાં બે મહિના ધંધો કરવાનો. બે મહિનામાં બે હજાર પેદા થઈ જતા હતા. (અમારું) સારું પૂરતીયા ઘર એટલે પૈસા પણ કોઈને આપે. ત્યારે બાર મહિનાનો ત્રણસોનો ખર્ચ. અહીં તો તમારે મહિનામાં ત્રણસો શાકના જોઈએ. એ વખતે તો ખર્ચ બહુ થોડા પૈસા થોડા પણ સંતોષી બહુ. ત્યારે આવી ઉપાધિ ન હતી. બે માસ ધંધો કરે પછી દસમાસ સગા વ્હાલાંને ત્યાં જાય, સગાં વ્હાલાં અહીંયા આવે. દસમાસ ધંધો ન કરે. આમ વાત કરતા હતા. અહીં તો તમારે સવારથી સાંજ બારે માસ હોહા. આ શેઠિયા કરોડપતિ. આ કરોડપતિ. આ શેઠ તો આખો દિ' બીડીમાં રળ્યા કરે છે. જો કે એ તો નિવૃત્તિ લઈને આવે છે.
અરે ! નિવૃત્તિ લઈને આ કરવાનું છે ભગવાન ! આવું મનુષ્યપણું મળ્યું તો દેહથી હું ભિન્ન રાગથી હું ભિન્ન, પુણ્યના પરિણામથી હું ભિન્ન છું. હું રાગનો જાણવાવાળો તે પણ ઉપચારથી છે. તો પછી રાગનો કર્તા તે કયાંથી આવ્યું ભાઈ?
આત્મા પોતાની પર્યાયમાં પોતાને ભૂલીને રાગ-દ્વેષ-મિથ્યાત્વના પરિણામ કરે અને તે સમયે કર્મબંધનની પર્યાયને પણ આત્મા કરે તેમ બે દ્રવ્યના પરિણામ એક દ્રવ્ય કરે તેમ નથી. ( ચ) રાગ-દ્વેષ પરિણામનો કર્તા છે પરંતુ પુલનો કર્તા નથી. પહેલાં તો એમ કહ્યું કે પુદ્ગલદ્રવ્ય જીવના રાગ-દ્વેષ કરે અને જીવદ્રવ્ય પણ રાગ-દ્વેષ કરે તેમ છે નહીં. પછી કહ્યું-જીવ દ્રવ્ય પોતાના રાગ-દ્વેષના પરિણામનો કર્તા અને પુદ્ગલનો કર્તા તેમ નથી. બંધન પુદ્ગલમાં થાય છે તેનો કર્તા જીવ નહીં.
(૧) પહેલાં એમ લીધું કે પોતાનામાં રાગ-દ્વેષ મોહ થાય છે તો પુદ્ગલ પણ કરે છે અને પોતે પણ તેનો કર્યા છે તો કહે એમ નથી.
(૨) રાગ-દ્વેષને કરનાર રાગ-દ્વેષને કરે અને પુદ્ગલની પર્યાયને પણ કરે એમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk