________________
૩૧૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
ગઈકાલે નેમીનાથ ભગવાનનું દૃષ્ટાંત આપ્યું હતું ને !? સારી સભા એકઠી થયેલી હતી. (તેમાં પ્રશ્ન થયો કે સૌથી બળવાન કોણ ?) કોઈ કહે યુધિષ્ઠિર બળવાન છે, કોઈ કહે ભીમમાં બળ છે, કોઈ કહે અર્જુન બળવાન છે. ત્રણજ્ઞાનના ધણી નેમીનાથ ભગવાન બેઠા છે તેમનું બળ વધારે છે. તો નેમીનાથ ભગવાનને પણ એવો વિકલ્પ આવી ગયો કે હું પગ નીચે રાખું છું અને શ્રીકૃષ્ણ આવે અને મારા પગને હલાવે !? આ શક્તિ કાંઈ આત્માની નથી. એ તો ૫૨માણુંની શક્તિ છે. આત્માની શક્તિ શરીરમાં પ્રવેશ કરે તેમ નથી. આત્માની શક્તિ-પોતાની પર્યાયમાં રહે છે. જડની શક્તિ પોતાની પરિણતિમાં રહે છે. આત્મામાં ઘણી શક્તિ છે તો (થોડીક) જડમાં આવી જાય છે તેમ નથી.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં દર્શનમોહનીય અધિકા૨ છે તેમાં આવે છે. સૂક્ષ્મ તો છે થોડું. વિષયના કાળમાં ઇન્દ્રિય કઠણ થઈ જાય છે તો તે પર્યાયને આત્માએ કરી અને રાગની પર્યાયને પણ આત્માએ કરી તેમ છે નહીં. પ્રભુ ! એ જડની પર્યાય છે તને ખબર નથી. એ જડની પર્યાયને પણ આત્મા કરે અને આત્મા રાગને પણ કરે તેવી બે વાત ત્રણકાળમાં નથી. તેમ ક્રોધ કરે ત્યારે આંખ લાલ થઈ જાય છે. તો આંખની પર્યાય જે લાલ થાય છે તે ક્રોધ કર્યો માટે લાલ થાય છે તેમ નથી. ક્રોધના પરિણામ તે તો જીવની પર્યાયમાં છે.. અને આંખ લાલ થઈ તે જડની પર્યાયમાં છે. આહા... હા ! બહુ સૂક્ષ્મ બાપુ!
પ્રશ્ન:- આ બધું સમજવાથી ફાયદો શું?
ઉત્ત૨:- ફાયદો એ કે-હું ૫૨થી ભિન્ન છું તો પોતાની દૃષ્ટિ દ્રવ્ય ઉપર કરવી તે ફાયદો છે. હું પર્યાયનો કર્તા છું પરંતુ ૫૨નો કર્તા નથી તો ૫૨ ઉ૫૨થી લક્ષ ઉઠી જાય છે અને દ્રવ્ય ઉ૫૨ લક્ષ્ય ક૨વાનું છે.
શું કહ્યું ? જડના પરિણામને પણ આત્મા કરે અને રાગને પણ કરે તેમ નથી. એક સમયમાં બન્ને કાર્યો સાથે છે. જે સમયે ક્રોધ થયો તે સમયે શ૨ી૨ લાલ થઈ જાય છે, બન્ને સાથે છે તો ક્રોધે શ૨ી૨ને લાલ કર્યું છે ? તેમ બિલકુલ નથી. એક દ્રવ્ય બે પરિણામનો કર્તા થાય તેમ થતું નથી.
જેમકે ખાવાનો વિકલ્પ થયો તો તેનો પણ કર્તા થાય અને રોટલી-દાળ-શાકની સાથે ખાવાની ક્રિયાનો કર્તા થાય તેમ બનતું નથી. ખાવાની ક્રિયા તે જની પર્યાય છે. જેમ લાડુ, રોટલીનો ભૂક્કો થાય છે તે જડની પર્યાય છે, જડની પર્યાયને આત્મા કરી શકે તેમ ત્રણકાળમાં બનતું નથી. પ્રથમ રોટલીના ટૂકડાં કરે અને પછી તે ટૂકડાંને ગળે ઉતારે તેવી આત્માની ક્રિયા છે જ નહીં.
શ્રોતા:- તો રોટલીના ટૂકડાં રોટલીથી થયાં ?
ઉત્તર:- રોટલીના ટૂકડાં રોટલીને કા૨ણે થાય છે આત્માને કારણે નહીં. અહીંની વકીલાત તે બીજી જાતની છે. અરે... બાપુ! અહીં તો તત્ત્વની ભિન્નતા બતાવવી છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk