________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
કલશામૃત ભાગ-૨ ઇચ્છાનો પણ કર્તા થાય અને લાકડીની પર્યાયનો પણ કર્તા થાય તેવું છે નહીં. આહા... હા! આવો સૂક્ષ્મ માર્ગ છે ભાઈ!
(૧) શ્રોતા:- નિમિત્ત નૈમિત્તિક સંબંધ બેની વચ્ચે છે.
(૨) ઉત્તરઃ- તેનો અર્થ શું? નિમિત્ત છે પરંતુ નિમિત્ત કર્યા છે તેમ નથી. નિમિત્ત છે તો નૈમિત્તિકમાં કાર્ય થયું તેમ નથી.
શ્રોતા:- નિમિત્ત છે તો કાર્ય થયું.
ઉત્તર:- નિમિત્તમાં પોતાનું કાર્ય થયું. “ઉપાદાન બલ જહીં તહીં નહીં નિમિત્તકા દાવ.” શ્રી બનારસીદાસજીના દોહામાં છે. શ્રી બનારસીદાસના સાત દોહા છે પછી ભૈયા ભગવતીદાસજીના ૪૭ દોહા છે. “ઉપાદાન બલ જહીં તહ” અર્થાત્ જ્યાં-ત્યાં પોતાની પર્યાયનો કર્તા આત્મા છે. જડની પર્યાયનો કર્તા જડ છે. “નહીં નિમિત્તકો દાવ”, ક્યાંય નિમિત્તનો પેચ અર્થાત દાવ આવતો નથી. કે-નિમિત્ત હતું તો થયું તેવો દાવ કયારેય આવતો નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ દોહા પાછળ લીધા છે.
અહીં કહે છે કે જેમ આત્મા પોતાના અશુદ્ધ ચૈતન્ય રાગ-દ્વેષરૂપે વ્યાપ્ય-વ્યાપક છે પરંતુ નિશ્ચયથી તો પર્યાય વ્યાપક છે અને પર્યાય જ વ્યાપ્ય છે. પરંતુ અહીંયા વિષય જરા જુદો છે કે-આત્મા વ્યાપક છે અને વિકારી પર્યાય વ્યાપ્ય છે તેમ કહેવું છે. બાકી દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે તે વ્યાપક થઈને પ્રસરે અને વિકારને કરે તેમ છે નહીં. પરંતુ અહીંતો દ્રવ્ય-પર્યાય વચ્ચે વ્યાપ્ય વ્યાપક કહેવું છે. તો જે દ્રવ્ય છે તે વ્યાપક થઈને પર્યાયમાં અને પર્યાય જે વિકલ્પના લક્ષવાળી છે તો તેમાં પ્રસરે છે, અને વિકાર તે વ્યાપ્ય છે. વ્યાપ્ય વ્યાપક તેના દ્રવ્યની પર્યાયમાં છે. પરની પર્યાયની સાથે વ્યાપ્ય વ્યાપક છે તેવું ત્રણકાળમાં છે નહીં.
આહા... હા ! બીજાને કોણ સમજાવી શકે? શ્રોતા- જ્ઞાની પુરુષ હોય તે...!
ઉત્તરઃ- સમાધિશતક-પૂજ્યપાદ સ્વામી કહે છે કે-સમજાવવાનો જે વિકલ્પ ઉઠે છે તે પાગલપણું છે. આહા.. હા!
શ્રોતા- ચારિત્રનું પાગલપણું છે.
ઉત્તર- એ તો ચારિત્રનું જ પાગલપણું કહેવાય ને?! દર્શનનું પાગલપણું તેને નથી. દર્શનનું પાગલપણું એટલે વિકલ્પને પોતાનો માને તે દર્શનનું પાગલપણું-મિથ્યાત્વનું પાગલપણું છે. તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયમાં આવે છે “ ઉન્મત્તવ” તે ઉન્મત્તવત્ તે મિથ્યાદર્શનનું છે. પરનું હું કરું અને પરથી મને લાભ થશે, રાગથી મને લાભ થશે એ ઉન્મત્તપણું મિથ્યાત્વનું છે. અને મિથ્યાત્વનું ઉન્મતપણું ગયા પછી પણ ચારિત્રનું ઉન્મત્તપણું રહે છે.
આહા. હા! શ્રી પૂજ્યપાદ સ્વામી દિગમ્બર સંત, ભાવલિંગી આનંદમાં ઝૂલવાવાળા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk