________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૩ સમાધિ શતકમાં તો એમ કહે છે કે અમને જે વિકલ્પ આવે છે તેટલું અસ્થિરતાનું ઉન્મત્તપણું છે. કેમકે વિકલ્પથી લોકો કયાં સમજી શકે છે? સમજે છે તે તો તેની પર્યાયથી સમજે છે. તેથી હું કોને સમજાવું? અને જે સામે દેખાય છે તે તો જડ છે. તે તો સમજતું નથી. અને અંદર જે ચૈતન્ય છે તે અમને દેખવામાં આવતું નથી. આહા. હા ! વાત બહુ સૂક્ષ્મ ભગવાન!
મુનિરાજ કહે છે કે આ વિકલ્પ ઉઠે છે તે ચારિત્રનો દોષ છે, પાગલપણું છે. અને તેની અંદર એવું થઈ જાય કે-લાખો લોકો ખુશી થાય છે, તે જોઈને પોતાનામાં ખુશી થઈ જવી તે તો મિથ્યાત્વભાવ છે. આહા... હા! ઝીણી વાત ભાઈ ! આતો વીતરાગનો મારગ છે. રાગનો એક કણ પણ દૂષિત છે.
આહા... હા ! પોતાનો ચેતનપ્રભુ છે. રાગના કાળમાં રાગનું જ્ઞાન કરવાની પર્યાય સ્વતંત્રપણે સ્વપરપ્રકાશક સ્વભાવે ઉત્પન્ન થાય છે. એ પર્યાયનો કર્તા ઉપચારથી જ્ઞાનને કહેવામાં આવે છે. પરંતુ રાગનો કર્તા જ્ઞાની છે તેવું ઉપચારથી પણ કહેવામાં આવતું નથી. ઉપચારથી રાગનો કર્તા કહેવો તે અજ્ઞાન છે. સમજમાં આવ્યું?!
કહ્યું? અહીં તો રાગને આત્માની સાથે વ્યાપ્ય-વ્યાપક કહેવામાં આવ્યો છે. એ તો અજ્ઞાનીની વાત છે. અજ્ઞાની પોતાની પર્યાયમાં રાગ-દ્વેષ કરે છે તેમ અહીંયા સિદ્ધ કરવું છે. રાગ-દ્વેષ કરે છે તો કર્મબંધનની પર્યાય થાય છે. તે કર્મબંધના પરિણામનો કર્તા આત્મા છે એમ નથી. એટલે સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો કર્તા નથી તેવા ભગવાન આત્માના સ્વભાવનો ખ્યાલ આવ્યો તો તેને થયું કે-અરેરે! અજ્ઞાનભાવથી વિકારનો કર્યા છે તો તેવું અજ્ઞાન શા માટે રાખવું? આગળ ૯૨-૯૩ ગાથામાં આ વાત આવે છે. શાંતિથી સમજવું પ્રભુ!
રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા તો તેને તો અજ્ઞાન કહે છે. આવા અજ્ઞાનને જે જાણે તે કર્તા કેવી રીતે થઈ શકે? સમજમાં આવ્યું? અહીંયા તો વિકારી પરિણામનો કર્તા જીવ, શરીરને હલાવવાની ક્રિયાનો કર્તા જીવ, ભાષાની પર્યાયનો કર્તા જીવ, રાગનો કર્તા જીવ, કર્મબંધનની પર્યાયનો કર્તા જીવ તેમ બે પરિણામનો એક કર્તા થઈ શકતો નથી.
ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્ય-વ્યાપકપણે થાય.”
અહીં ગુણ શબ્દ પર્યાયની સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેમ લેવું. ગુણની સાથે તો વ્યાપ્ય-વ્યાપક છે પરંતુ પોતાની પર્યાયની સાથે વ્યાપ્ય-વ્યાપક છે. તેવી જ રીતે પારદ્રવ્યના ગુણની સાથે પણ વ્યાપ્ય-વ્યાપક થાય તેવી તો કોઈ શક્તિ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk