________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૧ પરિણમન છે અને અશુદ્ધતામાં અસ્થિર છે તે રીતે એક પર્યાયમાં બે ભાગ થઈ ગયા છે. ભાઈ ! આવી ઝીણી વાતું બહુ.
આત્મામાં વૈભાવિક શક્તિ અનાદિ અનંત છે. સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. વિકાર કરે તે વૈભાવિક શક્તિ તેવો અર્થ નથી. ચાર દ્રવ્યોમાં આ શક્તિ નથી તેથી તેને વૈભાવિક શક્તિ કહેવામાં આવી છે. તો એ વૈભાવિક શક્તિ સિદ્ધમાં પૂર્ણ નિર્મળ થઈ. અજ્ઞાનમાં વૈભાવિક શક્તિ પૂર્ણ વિપરીતરૂપે-વિકારને કરે છે.
સમ્યગ્દર્શનના પ્રસંગમાં પોતાની ચીજ જે ચેતન છે એવું ધર્મીને ભાન થયું તો તેને વૈભાવિક શક્તિમાં જેટલા પ્રમાણમાં શ્રદ્ધા જ્ઞાન થયું તેટલા પ્રમાણમાં નિર્મળતા છે. હવે જેટલી અસ્થિરતા અને મલિનતા છે તો એ મલિનતાનો કર્તા જ્ઞાની નથી. તો કહે છે કેનિર્મળ પર્યાય જે થઈ તેનો પણ કર્તા અને મલિન પર્યાય જે થઈ તેનો પણ કર્તા તેમ બે કર્તા નથી. મલિન પરિણામનો કર્તા અને તેમાં જેટલા પ્રમાણમાં બંધન થાય છે તે કર્મોનું તે પર્યાયનો કર્તા તેમ છે નહીં. આહા! આવી વાતું બહુ સૂક્ષ્મ ભાઈ !
તત્ત્વ ભિન્ન ભિન્ન છે તો ભિન્ન-ભિન્ન તત્ત્વની પર્યાય ભિન્નમાં-ભિન્નપણે થાય છે. શ્રી પંચાસ્તિકાયની ૬ર ગાથામાં કહ્યું છે. ૨૦૧૩ની સાલમાં વર્ણજીની સાથે સમેદશિખરમાં ચર્ચા થઈ ત્યારે આ ફૂલચંદજી., કૈલાસચંદજી, રામજીભાઈ, અમારા પંડિત હિંમતભાઈ તે બધા પંડિતોમાં ઉત્કૃષ્ટ છે હોં! તેઓ બોલતા નથી તો એમ ન સમજવું કે કમ છે. તેમનામાં ઘણી શક્તિ છે. ઘણી શક્તિ છે.. આખું સમયસાર, પ્રવચનસાર વગેરે ગુજરાતીમાં બનાવ્યા છે. તો અહીં કહે છે કે-રાગનો પણ કર્તા હો અને શાસ્ત્રના અનુવાદની ક્રિયાનો પણ કર્તા હો ! તેમ બે નો કર્તા નથી.
શ્રોતા:- હમણાં તો કહી રહ્યા હતા ને મહારાજ ! ઉત્તર-શું કહ્યું ! એ તો નિમિત્તથી કથન કર્યું હતું. શ્રોતા:- હિંમતભાઈ ઉપર કહી રહ્યા હતા.
ઉત્તર- એ તો બીજાથી વિશેષ છે એમ બતાવ્યું. તેઓ ભાષણ નથી કરતા, કોઈ વખતે થોડું બોલે છે, બાકી શક્તિ તો તેમનામાં ઘણી છે.
શ્રોતા- બોલવાની ક્રિયા તો કરે છે ને?
ઉત્તર- બોલવાની ક્રિયા કરતા નથી એમ કહે છે. બહુ સૂક્ષ્મવાત છે ભાઈ ! ભિન્ન તત્ત્વના પરિણામ ભિન્નથી થયા તેમ નથી. પોતાથી થયા છે તો કર્તા કહેવામાં આવે છે.
આ લાકડી છે તે આમ હાલે છે તો તે આંગળીના પરિણામથી તે પરિણામ થાય છે તેમ કયારેય થતું નથી. નિમિત્ત હો પણ તેનાથી ઉપાદાનમાં પરિણામ થયા છે તેમ કયારેય થતું નથી. જો નિમિત્તથી થાય તો તેને નિમિત્ત કહેવામાં આવતું નથી. આમ થાય તો તે પરિણામ આંગળીથી થયા તેમ છે નહીં. હવે જે ઇચ્છા થઈ કે લાકડીને હું હલાવું તો તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk