________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦
કલશાકૃત ભાગ-૨ કર્તા થાય પરંતુ તે ભાષાની પર્યાયનો કર્તા થાય તેવું ત્રણકાળમાં બનતું નથી. હવે જ્ઞાનીને જે વિકલ્પ આવે છે ત્યારે જ્ઞાની વિકલ્પના જ્ઞાનનો કર્તા છે. આહા... હા! વિકલ્પ આવ્યો તે સમયે ધર્મીને જ્ઞાયક સ્વરૂપ દૃષ્ટિમાં વર્તે છે તેથી તે પર્યાયમાં સ્વ અને રાગ સંબંધીનાં જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય છે, અપર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે પરંતુ જ્ઞાની તે રાગનો કર્તા નથી. તે તો જ્ઞાતા છે. તે જ્ઞાતાના પરિણામનો કર્તા ભલે હો! આહાહા! તે પણ આત્માનો ભેદ છે. પરંતુ રાગના કે પરના પરિણામનો કર્તા નથી. સમજમાં આવ્યું!?
જેની દૃષ્ટિ પર્યાયમાં છે અર્થાત્ રાગમાં, પુણ્ય-પાપના ભાવમાં છે તે પરિણામનો કર્તા હોવાથી અજ્ઞાની છે. તે અજ્ઞાની પરિણામનો કર્તા થયો અને તે જ સમયે જેટલા પ્રમાણમાં કર્મબંધન થાય છે તે કર્મબંધનની પર્યાયનો કર્તા પણ આત્મા અને વિકારનો કર્તા પણ આત્મા તેમ બે પરિણામનો એક કર્તા છે નહીં. બે ભિન્ન-ભિન્ન પરિણામના બે ભિન્ન-ભિન્ન કર્યા છે.
પ્રશ્ન- વૈભાવિક શક્તિનું કાર્ય ચાલુ છે.
ઉત્તર- વૈભાવિક શક્તિ તો જ્યારે પોતે પોતાનામાં નિમિત્તાધીન થઈને વિકાર કરે તો વૈભાવિક શક્તિનું કાર્ય છે પરંતુ વૈભાવિક શક્તિ વિકારને કરે તેમ નથી. ભગવાને છ દ્રવ્ય જોયા છે તેમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં જીવ અને પુગલ તે બેમાં એવી એક શક્તિ છે. એ શક્તિના કારણે વિભાવ કહ્યો, પણ વિભાવનો અર્થ વિકાર કરે માટે વિભાવ તેવો અર્થ નથી.
આત્મામાં એક વૈભાવિક શક્તિ છે વૈભાવિક શક્તિ છે માટે વિકારને કરે તેવો તેનો સ્વભાવ છે તેવો તેનો અર્થ નથી. છ દ્રવ્યો છે તેમાંથી ચાર દ્રવ્યો જેમાં અસંખ્ય કાલાણું, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, આકાશ તે ચારમાં આ શક્તિ નથી. તે કારણથી જીવ અને પુદ્ગલમાં વિશેષરૂપ વૈભાવિક શક્તિ હોવાથી વૈભાવિક શક્તિ કહેવામાં આવી છે. વૈભાવિક શક્તિ વિકાર કરે એવી વૈભાવિક શક્તિ તેમ નથી. અરે! પ્રભુના મારગડા ભારે...!
શ્રીમદ્જીએ ખુલાસો કર્યો છે કે વૈભાવિક શક્તિ કેમ કહી? બીજા ચાર દ્રવ્યોમાં નથી અને જીવ-પુગલમાં છે તે કારણે તે વિશેષ શક્તિ હોવાથી વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ એટલે વિકારને કરે તેમ નથી. વૈભાવિક શક્તિ તો સિદ્ધમાં પણ છે. એ શું કહ્યું? સિદ્ધને શુદ્ધ-નિર્મળ પરિણમન છે. જેને પર્યાયબુદ્ધિ છે અને નિમિત્તાધીન દૃષ્ટિ છે તેને વૈભાવિક શક્તિ નિમિત્તાધિન થઈને વિકાર કરે છે. નિમિત્તાધીન થાય છે ત્યારે તે વિકારમાં નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ જીવે પોતાની ચીજને રાગથી ભિન્ન અનુભવીપ્રતીતમાં આવી તો ત્યાં વૈભાવિક શક્તિ વિશેષ હોવાથી તેનું થોડું શુદ્ધ પરિણમન છે અને થોડું અશુદ્ધ પરિણમન છે. એટલે કે સ્થિરતા અસ્થિરતાવાળું છે. શુદ્ધતામાં સ્થિર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk