________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૫ પ્રત્યેક દ્રવ્યની ભિન્નતા.. પોતાના પરિણામમાં પણ છે. તે પરિણામ પોતાનામાં છે તો બીજા દ્રવ્યમાં પણ તે પરિણામ થાય એમ નથી.
“દિ વસ્ય તૌ વર્તાર ન” નિશ્ચયથી એક પરિણામના બે દ્રવ્ય કર્તા નથી; [ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ મોહ પરિણામનું જેવી રીતે વ્યાપ્ય-વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે. તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ મોહ પરિણામનું કર્તા છે એમ તો નથી;] એક દ્રવ્યના બે પરિણામ હોતા નથી;”
અત્યારે તો જીવદ્રવ્યની પર્યાય સિદ્ધ કરવી છે. સમજમાં આવ્યું? જ્યારે દ્રવ્ય સ્વભાવની સિદ્ધિ કરવી હોય તો દ્રવ્ય શુદ્ધ ચૈતન્યઘન છે અને પુણ્યના પરિણામ પુદ્ગલના છે તેમ કહેવામાં આવે છે. કેમકે વિકાર નિમિત્તને આધીન-(લક્ષે) થાય છે તો પુદ્ગલ તેનો કર્તા છે- તેમ કહીને તેનું લક્ષ છોડાવી દીધું. અહીં તો પરિણામ પોતાનામાં પોતાથી થાય છે એટલું પર્યાયષ્ટિએ સિદ્ધ કરવું છે. આહા...! આ એક વ્યવહાર છે. અશુદ્ધ પરિણામનો કર્તા જીવ તે પણ વ્યવહાર છે. તેને અશુદ્ધ નિશ્ચયનય કહો તો અશુદ્ધ નિશ્ચયનય ખરેખર વ્યવહારમાં જાય છે. સમજમાં આવ્યું?
[ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મોનો કર્તા જીવ છે.. એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે અચેતનરૂપ પરિણામનો કર્તા નથી;]
પહેલાં શું કહે છે..! પોતાનામાં જે રાગ-દ્વેષ થયા તેનો પણ કર્તા થાય અને પુદ્ગલદ્રવ્યનો પણ કર્તા હો ! તેમ નથી જેમકે જડ કર્મનો ઉદય આવ્યો તેણે પણ અશુદ્ધ રાગ-દ્વેષ કરાવ્યા તેમ નથી. આહા.. હા ! તો તો મોટી ગરબડ છે.
તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ મોહ પરિણામનું કર્તા છે એમ તો નથી.”
અત્યારે તો મોટી ચર્ચા ચાલે છે. કર્મથી વિકાર થાય છે, પરદ્રવ્યથી પર્યાયમાં વિકાર થાય છે. આત્મા પરદ્રવ્યને તો સ્પર્શતોએ નથી. સ્તુતિમાં આવે છે “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” કર્મ તો જડ છે-અજીવ છે તેની પર્યાય તેનામાં થાય છે. જે પર્યાય આત્માને વિકાર કરાવે તે પર્યાય આત્માની છે જ નહીં.
આહા... હા ! અન્યમતમાં ઇશ્વરને કર્તા માને છે. એ લોકો એમ માને છે કેઇશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ ફરતું નથી. આ તો અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે.
શ્રોતા- એ લોકો સર્વશક્તિમાન માને છે. ઉત્તર:- સર્વ શક્તિમાન હોય તો પણ પરમાં શું કરે. એ તો કહો! તે દ્રવ્યની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk