________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૭ પણ નથી. આ રીતે બે વાત લખી છે. આહા.. હા! મારગ ઘણો સૂક્ષ્મ ભાઈ ! આ સાધારણ વાત નથી. જૈનદર્શન સિવાય આવી વાત કયાંય છે નહીં. હોં ! લોકો આત્માની વાત તો ઘણી કરે છે. ઉપનિષદ અને વેદાંતમાં બધી વાત કાલ્પનિક છે. આ તો સર્વશે વસ્તુની સ્થિતિ જેવી દેખી તેવી કહી છે. આવી વસ્તુની સ્થિતિ છે. અહીં તો ભાગ્ય હોય તેના કાને પડે તેવી વાત છે. જેને પુરુષાર્થ છે તેના જ્ઞાનમાં આવે એવી વાત છે.
બે વાત થઈ. (૧) જીવના પરિણામ જીવ પણ કરે અને પુદ્ગલ પણ કરે તેમ છે નહીં. (૨) જીવ જીવના પરિણામને પણ કરે અને પુગલના પરિણામને પણ કરે એમ પણ નથી. પહેલામાં શું આવ્યું હતું? જીવના રાગ દ્વેષ જીવ કરે અને તે રાગ-દ્વેષને પુદ્ગલ પણ કરે તેમ છે નહીં. જીવ રાગ-દ્વેષને કરે અને પુદ્ગલની પર્યાયને પણ કરે તેમ નથી. સમજમાં આવ્યું?!
આહાહા ! સમજવાની તો આ ચીજ છે, બાકી બીજું ગમે તે પ્રકારે જ્ઞાન કરે..!
[“ભાવાર્થ આમ છે કે-જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મોનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતન પરિણામરૂપ કર્મનો કર્તા નથી;]
કહે છે..! જીવ પોતાના વિકારી પરિણામનો કર્યા છે પરંતુ તે અચેતન પરિણામનો કર્તા નથી. અચેતન કર્મ પર્યાય થાય છે તે પરમાણુંની પર્યાય પરમાણુમાં થાય છે. તે સમયે પરમાણું એ રીતે પરિણમે છે. બાકી કાર્માણ વર્ગણાઓનો સમૂહ ઘણો પડ્યો છે. તો તે સમયે કર્મરૂપી પરિણામ થવાની લાયકાતથી તે કર્મરૂપે પરિણમે છે, તે રાગના કારણે નહીં.
ર ક્રિયે ન” વળી એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી.” પોતાની ક્રિયાનો કર્તા કહેવાય છે પરંતુ પરની ક્રિયાનો નહીં. કર્તામાં પલટવું-બદલવું છે. આત્મા પોતાને બદલે અને કર્મની પર્યાયને બદલી શકે તેમ થતું નથી. તે કર્મરૂપ નથી અને તેને કર્મરૂપ કરાવી ૐ એવું છે નહીં.
[“જીવદ્રવ્ય જેવી રીતે ચેતન પરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતન પરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] જેમ જીવ રાગરૂપે પરિણમે તેમ ભાષાની પર્યાયરૂપે પરિણમે તેમ નથી. ગજબ વાત છે. ભાઈ! આ ચર્ચા તો ઇન્દોરમાં થઈ ગઈ છે. ત્યારે પચાસ પંડિતો એકઠા થયા હતા. ત્યારે સૂક્ષ્મવાત ચાલી હતી. અહીંનો વિરોધ કરવા ત્યાં એમ કહ્યું કે-પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર નહીં. અરેરે ! પ્રભુ! તારે શું કરવું છે?!ત્યારે અહીં કહે છે કે આત્મા પરદ્રવ્યોનો કર્તા નથી. પરના પરિણામને તો કરે નહીં પરંતુ પોતાના રાગના પરિણામને તે કરે તો અજ્ઞાનભાવે કરે એમ કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk