________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૯
કલશ-૫૪ આત્મા રાગને પણ કરે અને તે શરીરની ક્રિયાને પણ કરે તેમ છે નહીં.
શિષ્યનો એમ પ્રશ્ન છે કે-એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે એવી શક્તિ હોય તો વાંધો શું છે? ભગવાન ! સાંભળ! એમ થતું નથી. એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામને ન કરે. જીવદ્રવ્ય છે તે પોતાના અશુદ્ધ ચેતના અને રાગ-દ્વેષ-મોહના પરિણામને વ્યાપ્ય-વ્યાપક થઈને કરે છે. અત્યારે તો અહીંયા આમ સિદ્ધ કરવું છે. પરંતુ જ્યારે દ્રવ્યદૃષ્ટિને સિદ્ધ કરવી હોય, દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો હોય, સમ્યગ્દર્શનનો વિષય સિદ્ધ કરવો હોય, શુદ્ધ ચૈતન્યઘનની જ્યારે સિદ્ધિ કરવી હોય તો રાગ-દ્વેષના પરિણામનો કર્તા આત્મા નથી. સમજમાં આવ્યું?
પોતાનો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન જે આનંદકંદ પ્રભુ છે એવા દ્રવ્યની સિદ્ધિ શ્રદ્ધામાં કરવી હોય અને ઉપદેશમાં સિદ્ધિ કરવી હોય ત્યારે દ્રવ્ય સ્વભાવ પોતાના નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામનો કર્તા છે. નિર્મળ પરિણામનો કર્તા અને રાગના પરિણામનો કર્તા તેમ છે નહીં. સમજમાં આવ્યું?
અહીં તો પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પરિણતિરૂપ જે પર્યાય થાય છે તેનો આત્મા અજ્ઞાનભાવે કર્તા છે. શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય આનંદઘનની દૃષ્ટિનો જેને અભાવ છે તેવો જીવ પોતાની પર્યાયમાં મિથ્યાત્વ રાગ-દ્વેષના પરિણામ કરે પરંતુ સાથે કર્મબંધનની પર્યાયને પણ કરે એમ થતું નથી. પરની દયા પાળવાનો જે રાગ છે તે રાગને પણ કરે અને પરની દયા પણ પાળી શકે તેમ છે નહીં. રાગ પણ કરે અને પરની દયા પાળવાની ક્રિયાને પણ કરે એમ બે કાર્ય કરે નહીં.
આ બધા શેઠિયા છે તે બે-બે ક્રિયા ન કરી શકે? ન કરી શકે, તે ના પાડે છે. વિકલ્પ કરે છે પરંતુ વિકલ્પ આવ્યો માટે દાનમાં પૈસા આપ્યા એ ક્રિયા તો જીવે કરી એમ છે નહીં.
જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ પરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય-વ્યાપકપણે કરે.”
જેવી રીતે આત્મા વ્યાપક નામ વિસ્તાર થઈને પ્રસરે તો રાગરૂપી વ્યાપ્યનો કર્તા થાય પરંતુ કર્મની પર્યાયનો પણ કર્તા થાય તેમ બનતું નથી. આહા. હા! આવી ચીજ છે.
પ્રશ્ન- તો પછી રાગ થાય ત્યારે તો કર્મ બંધાય કે નહિં?
ઉત્તર- એમ જ કહે છે કે રાગ થાય ત્યારે કર્મ બંધાય છે. પરંતુ કર્મની પર્યાય થવાનો સ્વકાળ કર્મમાં છે. રાગથી કર્મની પર્યાયમાં બંધન થાય તેમ છે નહીં. અરે રે! અનંતકાળથી પોતાની ચીજમાં પોતાના પરિણામનો કર્તા છે.. , પરનો કર્તા નહીં, એવું ભેદજ્ઞાન કદિ કર્યું નથી. જ્યાં ત્યાં કર્તાપણાનું અભિમાન કર્યું.
અહીં તો કહે છે કે જ્યારે ઉપદેશનો વિકલ્પ ઉત્પન્ન થાય છે તો અજ્ઞાની વિકલ્પનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk