________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩O૭ કલશ ન : ૫૪
(આર્યા) नैकस्य हि कर्तारौ द्वौ स्तो वे कर्मणी न चैकस्य।
नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ९-५४।। ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય-વ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પારદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય. “દિ સ્ય તૌ વર્તાર ન” (હિ) નિશ્ચયથી (વચ્ચે) એક પરિણામના (કૌ વર્તાર ) બે દ્રવ્ય કર્તા નથી; [ ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું જેવી રીતે વ્યાપ્ય વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે એમ તો નથી; જીવદ્રવ્ય પોતાના રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય કર્તા નથી;] “ કે કર્મળ ન સ્ત:”( સ્ય) એક દ્રવ્યના (કે કર્મળી ન સ્ત:) બે પરિણામ હોતા નથી; [ ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતનપરિણામરૂપ કર્મનો કર્તા નથી; ] “વ ચ કે પ્રિયે ન” (૨) વળી ( 0) એક દ્રવ્યની (કે ક્રિયે ન) બે ક્રિયા હોતી નથી; [ ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જેવી રીતે ચેતનપરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતનપરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] “યત: પવન અનેરું ન ચાત” (યત:) કારણ કે ( મ) એક દ્રવ્ય (સને જ ચાત) બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનપરિણામનું પણ કર્તા થાય; પણ એમ તો છે નહિ. અનાદિનિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે, તેથી પોતાના અશુદ્ધ ચેતનપરિણામનું કર્તા છે, અચેતનકર્મનું કર્તા નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. ૯-૫૪.
*
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk