________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૩૦૫
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે–ચારગુણી જે ચિકાશ છે તે બેગુણીને પરિણમાવીને ચારગુણીરૂપ કરી દ્યે છે તેમ નથી. અને ચાર ગુણી ચીકાશ બેગુણીને પરિણમાવે છે તેમ કહેવું તે નિમિત્તનું કથન છે.
શું કહ્યું? એક ૫૨માણું બેગુણા ચીકાશવાળા છે, હવે ચારગુણા ચીકાશવાળા પરમાણું આવ્યા તો પોતાનામાં ચારગુણ ચીકાશ થઈ છે તે પોતાનામાં ચારગુણી ચીકાશ થવાનો સ્વકાળ હતો તેથી થઈ છે. તે ચારગુણી ચીકાશવાળા પરમાણું આવ્યા માટે થઈ છે તેમ નથી.
એક ૫૨માણું છૂટો છે છૂટો, હવે તે ધરૂપ થયો માટે વિભાવરૂપ પરિણામ થઈ જાય છે.. સ્થૂળ થઈ જાય છે અથવા તો સ્કંધ મળ્યો માટે સ્થૂળ થયો છે તે વાત બિલકુલ ખોટી છે. એક ૫૨માણું ભિન્ન છે તો સૂક્ષ્મ અને અહીં આવ્યો તો સ્થૂળ થઈ ગયો તેમ નથી.
૫૨માણું એક ભિન્ન. છે તે સૂક્ષ્મ છે. હવે અહીંયા સ્કંધ રૂપે થયો તો તે સૂક્ષ્મ રહ્યો નહીં. તે વિભાવરૂપ સ્કંધ થઈ ગયો. તેમાં એક-એક ૫૨માણું સ્થૂળ છે. છૂટા પડે તો સૂક્ષ્મ છે. તેનો અર્થ શું થયો ? અહીંયા આવ્યા તેથી સ્થૂળ થયા છે તેમ છે નહીં. તે પોતાની પર્યાયનો તે રૂપે પરિણમવાનો કાળ હતો તેથી સ્થૂળ થયા છે. તત્ત્વાર્થસૂત્રમાં વાત છે. બેથી અધિક પરમાણું તે સ્થૂળરૂપે પરિણમાવી દે છે તે બિલકુલ જૂઠી વાત છે. ત્યાં તો નિમિત્ત શું છે તે બતાવવું છે. પોતે સ્થૂળ પણ પોતાનાથી થયો છે અને છૂટો પડે તો સૂક્ષ્મ પણ પોતાનાથી થયો છે.
એક એક ૫૨માણું આમાં સૂક્ષ્મ છે. બધા મળીને તે સ્થૂળ છે. એક ૫૨માણું સૂક્ષ્મ છે તો બધા ૫૨માણું સૂક્ષ્મ છે. સમજમાં આવે છે ? આ દેખાય તે સ્થૂળ સ્કંધ છે. આંખથી ન દેખાય તે ૫૨માણું અતીન્દ્રિયનો વિષય છે. તો જે અતીન્દ્રિયનો વિષય થાય છે તેવો સૂક્ષ્મ ૫૨માણું અહીંયા આવે છે તો તે પોતાની પર્યાયની યોગ્યતાથી તે સ્થૂળ થઈ જાય છે, તો બધા ૫૨માણું સ્થૂળ છે. એક ૫૨માણુંમાં બીજા ૫૨માણુંનો અભાવ છે.
અહીંયા તો ભાઈ ! ભગવાન આમ કહે છે. એક સત્તા બીજી સત્તામાં ઘૂસી જાય તો બે સત્તા મળીને કાર્ય થાય, પરંતુ ભિન્ન સત્તામાં કાર્ય ભિન્ન સત્તાનું કાર્ય કયારેય થતું નથી. અનંત પરમાણું પોતાનામાં રહીને પોતાનું કાર્ય કરે છે.
અનંત આત્મા અનંતપણે રહીને પોતાનું કાર્ય કરે છે. એક રાય જેવડા લસણના ટૂકડાંમાં નિગોદના અસંખ્ય શરીર છે. અને એક એક શરીરમાં અનંત જીવ છે. એક શરીરમાં કાર્માણ અને તેજસ બે શરીર છે. ઔદારિક શરીર એક છે પણ તેમાં તેજસ અને કાર્માણ બે શરીર ભિન્ન ભિન્ન છે. તે એક એક કાર્માણ શરીર અનંતા સ્કંધનો પિંડ છે. એક એક સ્કંધમાં અનંત ૫૨માણું છે. અને એક એક ૫૨માણું પોતાથી છે અને ૫૨થી નથી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk