________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૪
કલશામૃત ભાગ-૨ હતા અને તે તમારી વિરુદ્ધ વાતો કરતા હતા. પછી પૂછયું 'તું એટલે મેં કહ્યું-માતા ! સમકિત કોઈ બીજી ચીજ છે. અમને તેનો વિરોધ છે નહીં. આ બહારના મંત્ર ભણે કે પછી ત્રિલોકપણયત્તિ જાણે, ગણિતના વિષયને જાણે.. (કરણાનુયોગને) તો સમ્યગ્દર્શન થઈ જાય તેમ નથી.
આહા.. હા! અહીંતો કહે છે-વ્યવહાર રત્નત્રયથી પણ નિશ્ચય સમ્યગ્દર્શન થતું નથી. વ્યવહાર રત્નત્રયના પરિણામ વિકારી સત્તા છે અને સમ્યગ્દર્શન નિર્વિકારી સત્તા છે. નિર્વિકારી સત્તા વિકારવાની સત્તાથી કયારેય થતી નથી. ' અરે ! માણસને આ વાતની કયાં દરકાર છે. એક તો સંસારમાં વીસ કલાક રચ્યાપચ્યા હોય, છ-સાત કલાક ઉંઘમાં જાય, બે-ચાર કલાક ભોગમાં જાય, બે-ચાર કલાક ખાવા-પીવામાં જાય અને એકાદ કલાક સ્ત્રી-છોકરાંની સાથે રમત રમવામાં, તેને રાજી કરવામાં જાય, હવે એકાદ કલાક મળે તેમાં પાપના વિચાર કર્યો જાય. તેને વખત છે જ નહીં, તેમાં કહે-જય નારાયણ. અહીં તો પ્રભુનો મારગ છે.
ચેતનના પરિણામ હો આનંદના કે વિકારના તે બે દ્રવ્ય મળીને તે પરિણામ થયા નથી. પુદ્ગલમાં જ્ઞાનાવરણીયની પર્યાય હો કે અંતરાયની પર્યાય હો. પરંતુ તે પર્યાય આત્મા અને કર્મ મળીને અંતરાયની પર્યાય થઈ છે તેમ નથી. - રાજકોટમાં આ પ્રશ્ન બહુ થયો હતો. આત્મા રાગને ન કરે તો ચારિત્ર મોહ કેમ બંધાય છે? રાગ ન કરે તો કર્મ કેમ બંધાય છે? માટે રાગ કરે છે તેથી કર્મ બંધાય છે. ભગવાન ! તને ખબર નથી–એમ છે નહીં. એ તો નિમિત્તથી કથન છે. તો કર્મની પર્યાય શું રાગથી થાય છે? શું રાગ કર્મની પર્યાયનો કર્તા છે? અહીં કહે છે-બે સત્તા ભિન્ન છે. બે સત્તા મળી અને કરે તો એક સત્તા ખોવાય જાય છે. વાત તો આવી છે ભગવાન!
અરે..! કરે.! અહીં ભગવાનના વિરહા પડ્યા. ત્યાં મહાવિદેહમાં તો ભગવાનને પરમાત્મા બિરાજે છે. આ વાણી તેમની તો છે. એમાં કોઈનો પક્ષ ચાલે એવું નથી. અમને ઘણાં માનનારા છે, લાખો માનનારા છે માટે સત્ય છે એમ કોઈ માનતું હોય તો તેમ નથી. સની કિંમત સંખ્યાથી નથી. સને માનવાવાળો એક જ ભલે હોય પણ સત્ તો સત્ છે.
તેઓ એકરૂપ થતા નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી.”
ઘડાની પર્યાય માટીથી થઈ છે, કુંભારથી ક્યારેય થઈ નથી. જો કુંભાર પોતાની સત્તા ખોઈ બેસે અને માટીમાં પેસી જાય તો ઘડાની પર્યાયનો કર્તા કુંભારને કહેવામાં આવે છે.
એક પરમાણુમાં બે ગુણી ચીકાશ છે. બીજા પરમાણુંમાં ચારગુણી ચીકાશ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk