________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૨
કલશામૃત ભાગ-૨ છું. તું શું કરે છે? શ્વાસની ક્રિયા તો શ્વાસથી થાય છે. શ્વાસ અને આત્મા બે ભિન્ન ચીજ છે. બે ચીજ ભિન્ન છે તો બે સત્તા ભિન્ન છે. બે ભિન્ન સત્તા છે તેમાંથી નિજ સત્તા પરમાં ભળી જાય તો પોતાની સત્તાનો અભાવ થઈ જાય. પરનું કાર્ય પણ ત્યારે કરે કે તે જ્યારે પરમાં મળી જાય. તત્ત્વ ઝીણું બહું!
અજીવ તત્ત્વ ભિન્ન છે ને જીવ તત્ત્વ ભિન્ન છે. બીજું પુણ્ય-પાપ ભિન્ન છે, આત્મા ભિન્ન છે. ભિન્ન તત્ત્વ બીજા ભિન્ન તત્ત્વને શું કરે? નિશ્ચયમાં તો પુણ્ય-પાપના પરિણામ બન્ને ભિન્ન છે. અજ્ઞાનભાવથી પુણ્ય-પાપનો કર્તા હો પરંતુ જ્ઞાનભાવથી આત્મા પુણ્યપાપનો કર્તા ત્રણકાળમાં નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માની જાણનારી પર્યાય તે સ્વપર પ્રકાશક પર્યાય પોતાથી થઈ છે તેનો કર્તા આત્માને કહેવો તે ઉપચાર છે. આવી વાત છે. સમજમાં આવ્યું?
સામાવાળા એમ આક્ષેપ કરે છે કે-કાનજી મહારાજ જે કહે છે તેની લોકો જી.. હા, જી. હા કરે છે. આ રામજીભાઈને ભોળા લોકો છે? અરે ભાઈ ! બાપુ! એકવાર સાંભળ તો ખરો.
આ દેહની સ્થિતિ છે. તેને બીજી ચીજ કરે તો પોતાની સત્તા ખોવાય જાય છે. ભિન્ન સત્તાવાળી ચીજ ભિન્ન સત્તાવાળી ચીજને કરે છે એમ અજ્ઞાની કહે છે. તો તેને કહે છેપોતાનું ભિન્ન સત્તાપણું છોડીને. એક સત્તારૂપ થાય તો કરે. “જીવદ્રવ્ય-પુદગલ દ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે. તે પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તાકર્મ-ક્રિયાપણું ઘટિત થાય.” અમે તો અમારી સત્તા છોડીને કદી ગયા જ નથી. સમાજમાં આવ્યું? અભિમાન છે મેં કર્યું. મેં કર્યું. ! ઉપદેશ મેં આપ્યો તેનાથી લોકો સમજ્યા, લોકો મારાથી સમજ્યા છે લોકો ખૂબ રાજી હોય તો પોતાને કાંઈક ઠીક લાગે તે ભ્રમણામાં છે. બહુ કઠણ વાત છે બાપુ!
પોતાની ચીજ પરથી તો ભિન્ન છે, પરંતુ નવ તત્ત્વની અપેક્ષાએ તો પુણ્ય પાપ પણ જ્ઞાયક તત્ત્વથી ભિન્ન છે. હવે નિશ્ચયથી જો જ્ઞાયક તત્ત્વ વિકારનો કર્તા થાય તો જ્ઞાયક સત્તા વિકારરૂપ થઈ જાય, તો વિકારનો કર્તા થાય. પરંતુ જ્ઞાયક સત્તા વિકારથી મળતી નથી. સમજમાં આવ્યું?
તે અજ્ઞાનપણે માને છે કે-રાગાદિ પુણ્ય-પાપનો હું કર્તા છું, એ તો છે (અજ્ઞાનપણે ) હવે આમ જે માને છે તેને જ્ઞાયકની સત્તા અને રાગ-દ્વેષની સત્તા ભિન્નપણે છે તેમ ભાસતું નથી. જેને પુણ્ય-પાપના ભાવની સત્તા અને ભગવાન શાયકની સત્તા ભિન્ન છે એવી જેને દૃષ્ટિ થઈ છે તે પુણ્ય-પાપની સત્તામાં, પોતાની જ્ઞાન સત્તાને ભેળવતો નથી. જો પુણ્ય-પાપમાં મળી જાય તો પોતાની સત્તા છોડીને આત્મા રાગરૂપ થઈ જાય. એમ તો વસ્તુ સ્વરૂપ છે નહીં. આવી ભારે વાતું ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk