________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
કલશામૃત ભાગ-૨ પરંતુ નિમિત્ત કાંઈ કરતું નથી તેવી લાંબી લાંબી વાતો ન કરે. એ તો ટૂંકમાં વાત કરે છે.
એ વાત પંચાસ્તિકાયમાં ફૂટનોટમાં નીચે નાંખ્યું છે. અમારા હિંમતભાઈ પંડિત ઘણું જ કામ કર્યું છે. તેઓ શાંત.. શાંત છે. બહારમાં વાંચનમાં તેમને રસ નથી. આ બધું તેમણે બનાવ્યું છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસારની ટીકા હિન્દીમાંથી ગુજરાતીમાં તેમણે બનાવી છે. બોલવામાં તેમને બહુ રસ નહીં. થોડુંક કયારેક બોલે.
અહીંયા કહે છે-“તે રૂપે પરિણમે છે તેમ તો નથી.” શુદ્ધ પરિણમન પોતાથી છે કર્મ મારગ કરે છે તેથી છે તેમ નથી. તેમ વિકારનું પરિણમન પોતાનાથી છે. તે વિકારનું પરિણમન કર્મથી પણ થાય છે તેમ છે નહીં. આહા.. હા! અત્યારે તો મોટી ગડબડ છે.
શ્રોતા- તો પછી કોઈ રસ્તો કાઢો!
ઉત્તરઃ- આ રસ્તો કાઢયો ને! આ વાણિયા જેવા રસ્તા નથી. વાણિયા અને કણબીનું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને! એક વાણિયાને કણબી પાસે ૫000નું લેણું હતું. કણબી પાસે માંડ ૨000 હતા. વાણિયાને ખબર કે કણબી પાસે બે હજાર છે. તેથી તે કહે પાંચ હજારથી એક પૈસો ઓછો નહીં લઉં. કણબી કહે-એક હજારથી પાઈપણ વધારે નથી. પછી વાણિયો કહે-પાંચ હજારમાંથી એક હજાર ઓછા આપીશ તો ચાલશે. પેલો કહે પંદરસો આપીશ. એમ કરતાં કરતાં વાણિયો બે હજારે આવ્યો અને પેલો કણબી પણ બે હજાર આવ્યો. એવા વાણિયાવેડા અહીંયા નથી.
એ તો અમારા ભાઈ છે તે મુંબઈમાં કાલબાદેવી મંદિર છે ત્યાંથી વાત લાવ્યા'તા. ત્યાં પુનમચંદ ઘાસીલાલ છે તે કહે-કાનજી સ્વામી થોડું ઢીલું મૂકે અને થોડું અમે ઢીલું મૂકીએ તો આપણે એક થઈ જઈએ. (શ્રોતા- સમન્વય થઈ જાય.) સમન્વય શું થાય? ઢીલું શું મૂકે તમે થોડું ઢીલું મૂકો અને થોડું અમે ઢીલું મૂકીએ તો આપણો સમન્વય થઈ જાય. પરંતુ આમાં ઢીલું મૂકવાનું છે શું? તું કહે છે ને કે શુભભાવ હોય તો ધર્મ થાય. કર્મ અને આત્મા બે મળીને વિકારને કરે છે. તેમાં ઢીલું શું કરવાનું?
અહીં તો કહે છેશુભભાવથી ધર્મ ત્રણ કાળમાં થતો નથી. અને ત્રણકાળમાં કર્મ અને આત્મા મળીને વિકારને કરતા નથી. વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે. આ વાત કાલે ભાઈ લાવ્યા 'તા.
અહીંયા કહે છે-બે મળીને એક ક્રિયા થતી નથી. જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય બે મળીને એક પરિણામ થતા નથી. અને “સમય: પરિતિક સ્થાન” જીવ અને પુગલ મળીને એક ક્રિયા થતી નથી. ક્રિયા સ્વતંત્ર થાય છે. પોતાની પૂર્વની રાગની ક્રિયા પલટીને સમ્યગ્દર્શન થાય કે રાગ પલટીને રાગ થાય પરંતુ તે પોતાની ક્રિયાનો કર્તા આત્મા જ છે. કર્મ પલટીને અકર્મરૂપ થાય તે ક્રિયાનો કર્તા પુદ્ગલ છે. આત્મા ઘાતિકર્મનો નાશ કરી દે એમ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk