________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૩
૨૯૯ ( પ્રવચનસાર સોળ ગાથાની ટીકાનો ૬ઠ્ઠો બોલ) “શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી”, જડકર્મ આધાર છે તેમ છે નહીં. ઉત્પત્તિ અપેક્ષાએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.. સમ્યગ્દર્શનાદિ જે સમયે ઉત્પન્ન થયાં તો દ્રવ્ય અને ભાવ બન્ને કર્મને દૂર કરીને તેમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. ભાવઘાતિ કર્મનું પણ જ્ઞાન પ્રધાન કથન છે. તેથી ભાવકર્મને દૂર કર્યા તેમ વ્યવહારથી કથન કરેલ છે. દ્રવ્યકર્મને દૂર કરવા તે તો અસભૂત વ્યવહારનયથી કહ્યું છે. આ બધું આવું છે ઝીણું શું કરે. વસ્તુની સ્થિતિ જે છે એવી રહી ગઈ છે. કોઈ બીજી રીતે જાણે તો બીજી સ્થિતિ થઈ જાય છે?
તે વાત અહીં કહે છે-પરની સાથે આત્માને કારણપણાનો સંબંધ છે નહીં. કર્મનો કર્તા ને કર્મનો કર્મને, કર્મનું કરણને કર્મનું સાધન આત્મા અને કર્મને છોડવાનું તેવા કારક છે જ નહીં.
ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે “તેની પ્રાપ્તિ માટે સામગ્રી શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા ) પરતંત્ર થાય છે.” સંયોગો અનુકૂળ મળે તો તેમાં સુખ માને છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં વિકલ્પ પણ સાધન નથી. દેવ-ગુરુ પણ કારણ નથી. આહા.... હા! આવી વાત છે. વીતરાગ એમ કહે છે કે અમારી ક્રિયામાં કર્મની પરિણતિનું કાંઈ કારણ નથી-અમે કારક નથી. ધર્મની પરિણતિમાં તારો આત્મા કર્તા અને આત્માને કરણ કહેવો તે પણ ઉપચાર છે.
ધર્મની પરિણતિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે પરિણતિ ષકારક રૂપે જ ઉત્પન્ન થઈ છે. તો ભિન્ન બાહ્ય સાધન શોધવાની વ્યગ્રતા શા માટે!? બાહ્ય સાધન આવા મળે સંયોગમાં, મનુષ્યપણું હો એવી વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે.
અહીંયા શું કહે છે-“જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તે-રૂપે પરિણમે છે એમ તો નથી;” કહે છે કે કર્મ અને આત્મા મળીને વિકારને કરે છે તેની અહીંયા ના પાડે છે.
શ્રોતા- આ પુસ્તક અહીંયાનું છે?
ઉત્તર:- કુંદકુંદઆચાર્ય, અમૃતચંદ્રાચાર્ય તેમનું છે. કુંદકુંદાચાર્યના સમયસારની ટીકા અમૃતચંદ્રદેવે કરી અને ટીકાના આ કલશો છે. આ કલશની ટીકાના રાજમલજી કરવાવાળા છે.
શ્રોતા:- સિદ્ધાંત ચક્રવર્તી નેમીચંદ આચાર્યને વાંચો!
ઉત્તર- નેમીચંદ પણ આ જ કહે છે. ગોમ્મસારમાં તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જ્ઞાનાવરણીય જ્ઞાનને રોકે છે તે તો નિમિત્તનું કથન છે. એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. એ તો ભાષાને ટૂંકી કરવા માટે એમ કહેવામાં આવે છે. કાંઈ લાંબુ લાંબુ ન કરે. કે જ્ઞાન પોતાની પર્યાયમાં જ્યારે હીણી દશા થાય છે ત્યારે જ્ઞાનાવરણીયને નિમિત્ત કહે છે,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk