________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૩OR “વસ્તુનું સ્વરૂપ આવું જ છે, યત: મનેમ અને મ વ સલા કારણ કે ભિન્ન સત્તારૂપ છે જીવ-પુદગલ તે તો જીવ-પુગલ સદાય ભિન્નરૂપ છે, તે એકરૂપ કેમ થઈ શકે.”
જુઓ, શું કહે છે? જીવ અને પારદ્રવ્ય આદિની ભિન્ન સત્તા છે. ભિન્ન-ભિન્ન સત્તા છે તે અનેક સત્તા છે. અનેક સત્તા છે તે અનેકપણે રહીને કામ કરે છે. અનેક સત્તા એક મળીને કામ કરે છે તેમ નથી. ભિન્ન સત્તાની એક ક્રિયા ન હોય. સમજમાં આવ્યું?
જીવ-પુગલની સત્તા જ ભિન્ન છે. “મનેમ વ સવા” જીવ-પુગલ તે તો સદા ભિન્ન રૂપ જ છે. તે એકરૂપ કેવી રીતે થાય?
ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તા રૂપ છે, તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે.”
બે સત્તા ભિન્ન છે તે બે સત્તા છોડીને એક થાય તો કર્તા-કર્મ ઘટિત થાય છે. કુંભારની પોતાની સત્તા ભિન્ન છે અને માટીની સત્તા ભિન્ન છે. બે ભિન્ન છે તે બે મળી અને ઘડાના પરિણામ થાય છે તેવું ત્રણકાળમાં થતું નથી. તેમ થાય તો! કાં કુંભારના પરિણામનો અભાવ થાય અને કાં માટીના પરિણામનો અભાવ થાય. સત્તા ભિન્ન છે, હવે નિમિત્ત પરિણામને કરે તો બે સત્તા એક થઈ જાય, તો એક સત્તાનો નાશ થઈ જાય.
રોટલીનાં ટૂકડાં થાય છે. રોટલીને દાળમાં નાખે છે તો જે રોટલીના ટૂકડાં થયાં તે ક્રિયાનો કર્તા પરમાણું છે. આત્માની ઇચ્છા થઈ તેથી તે ક્રિયા થઈ એમ થાય તો બે દ્રવ્યોની સત્તા ભિન્ન રહી નહીં.
પ્રશ્ન:- રોટલીના ટૂકડાં આત્માએ નથી કર્યા પણ હાથે તો કર્યા છે ને !
ઉત્તર:- બિલકુલ હાથે નથી કર્યા. તે રોટલીના ટૂકડાં ટૂકડાંથી થયા છે. રોટલી લ્ય, શાક લ્ય, ચટણી ભે તે હાથથી નથી લેવાતું. આ હાથ ઊંચો થયો, અહીંયા (રોટલીને અયોને) ટૂકડાં થયાં, તો કહે છે કે તે પરમાણુંની પર્યાયથી થયા છે. હાથથી ટૂકડાં થયા નથી અને દાંતથી પણ થયાં નથી. ભિન્ન સત્તા છે તો ભિન્ન સત્તાનું કાર્ય ભિન્ન સત્તાથી થાય છે. સમજમાં આવ્યું?
આમ શ્વાસ લ્ય છે ને! તે શ્વાસની ક્રિયા જડની છે. તે આત્માથી ભિન્ન સત્તા રાખે છે. આત્મા ભિન્ન સત્તાનું કાર્ય કરે તો પોતાની સત્તા ખોઈ બેસે તો આત્માનો પુદગલની સત્તામાં પ્રવેશ થઈ જાય. સમજમાં આવ્યું? આવી વાત ભારે ભાઈ !
વૈદ કહેશ્વાસ બરોબર લ્યો, શ્વાસ છોડો, શ્વાસ ધીમા કરો, તો તે શ્વાસની ક્રિયા આત્મા કરી શકે છે?
શ્રોતા:- ડોકટર તો કહે છે.. ઉત્તર:- એ. ડોકટર તો વ્યવહારથી કહે છે, નિમિત્તથી કહે છે. અજ્ઞાની કહે-હું કરું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk