________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૩
૩૦૩ પહેલાં પોતાની ભિન્ન સત્તારૂપ પણાને છોડે અને બે સત્તા જીવ-પુદ્ગલ એક થાય તો પછી તેમાં કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટિત થાય, પરંતુ તેમ તો થતું નથી.
સ્ત્રી છે તે દાળ, ભાતની કર્તા છે જ નહીં. એમ કહે છે. તે દાળ-ભાત પાકયા તે પાણીથી નહીં. પાણી ઉનું છે માટે ચોખા ધાણા એમ પણ નથી. કેમકે ચોખા પાકવાની ચીજ પોતાથી છે. તે પોતાની સત્તામાં છે, પાણીની સત્તા તેનાથી ભિન્ન છે. જો પાણીની સત્તાથી ચોખા પાકે તો બે સત્તા એક થઈ જાય.
શ્રોતા:- પાણીથી જ ચોખા રાંધે છે ને?
ઉત્તર:- તેમ જોનારો સંયોગને જુએ છે વસ્તુને જોતો નથી, ચોખા પોતાથી રંધાય છે પરથી-પાણીથી બિલકુલ નહીં. અગ્નિ પણ ચોખાને પકાવતી નથી.
પાણી જે ઉનું થાય છે તે પોતાની સત્તાથી પોતાની પર્યાયમાં ઉષ્ણ થાય છે, અગ્નિથી નહીં. કેમકે અગ્નિની સત્તા ભિન્ન છે પાણીની સત્તા ભિન્ન છે. અગ્નિ પોતાની સત્તા છોડીને ઉષ્ણ પાણીમાં જાય તો અગ્નિને ઉષ્ણતાની કર્તા કહેવામાં આવે. પરંતુ તે પોતાની સત્તા છોડતી નથી. વીતરાગનું ભેદજ્ઞાન બહુ સૂક્ષ્મ ભાઈ ! ત્યાં કોઈની સિફારીશ ચાલતી નથી.
અહીં બે વાત કહી.
(૧) આત્મા પોતાની સ્વચેતનારૂપ પરિણમે છે, તે પરિણામનો કર્તા જીવ છે તે પરિણામનો કર્યા છે, પરંતુ કર્મે માર્ગ આપ્યો માટે આવા પરિણામ થયા તેમ છે નહીં.
(૨) વિકાર થયો તે અશુદ્ધ ચેતના છે. તેમાં કર્મ છે તો વિકાર થયો છે તેમ નથી.
આ વાત હમણાં આવી છે. આ ચેતનજીના મિત્ર છે શ્વેતામ્બર સાધુ હતા. પહેલાં તે સ્થાનકવાસી હતા, પછી તે શ્વેતામ્બર થયા અને પછી દિગમ્બર બની ગયા છે. તેના ઘણા પત્રો આવે છે. મહિને-બે મહિને પત્ર આવે. તેમાં તે શિખામણ આપે છે. તમે ભૂલમાં પડયા છો..! તમે સરાગ સમકિતને માનતા નથી. તો પછી સરાગ સમકિત છે કે નહીં? રાગ વિનાના સમકિતને જ તમે સમકિત કહો છો? અને આત્મા પરદ્રવ્યોનો બિલકુલ કર્તા નથી તેમ નથી.
અહીંયા ઈડરમાં એક પ્રશ્ન કર્યો હતો-કે સિદ્ધને કર્મ નથી માટે વિકાર થતો નથી. અહીં કર્મ છે તો વિકાર થાય છે. બસ તે જ પ્રશ્ન હુમણાં આવ્યો છે. લોકો કહે છે કર્મ વિના વિકાર થતો હોય તો સિદ્ધને પણ વિકાર થવો જોઈએ!? અરે રે! ભગવાન ! શું કહે છે તું! આ તે શું લખ્યું? સાંભળનારા લોકોને પણ ખબર નથી. બહારમાં કાંઈક ત્યાગ જુએ, કાંઈક ભાષા સારી જુએ તો ઓહો.. હો થઈ જાય. ભાષામાં શું થયું ભાઈ ! ભાષામાં શું છે? અહીંથી વિરુદ્ધ આ પત્રિકામાં આવ્યું છે. તે એમ કહે છે સોનગઢનું એકાંત છે. અમે દિલ્હીમાં મળ્યા હતા. એક મંદિરમાં દર્શન કરવા જતા 'તા ત્યારે તે અંદર હતા. કોઈ સાધુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk