________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OS
કલશાકૃત ભાગ-૨ સમજમાં આવ્યું?
હવે એમાં આ મારા દીકરાને, આ મારી બાયડીને. અરે! ભાઈ ! તારું કોણ છે? આ મારી અર્ધાગના છે. આ મારો પુત્ર છે. શું ધૂળમાં છે તારું?
અહીંયા કહે છે-કર્તા-કર્મ-ક્રિયાપણું બે દ્રવ્યમાં ઘટિત થતું નથી. એકદ્રવ્યનું કર્તાપણું પદ્રવ્યમાં હોતું નથી, કાર્યપણું નથી હોતું. તેમ પરદ્રવ્યનું ક્રિયાપણું પણ બીજું દ્રવ્ય કરે તેમ હોતું નથી. કર્તા-કર્મ-ક્રિયા પોત પોતાનામાં ઘટિત થાય છે, પરથી નહીં.
••••••••••••••••••••••••••••••••••• દ્રવ્યનું એવું લક્ષ થવું જોઈએ કે એને એનો પક્ષ છૂટે જ નહીં. વેર હજુ અનુભવ થયો નથી પણ નિશ્ચયનયનો એવો પક્ષ આવ્યો છે કે : અનંતકાળમાં એવો પક્ષ આવ્યો જ ન હતો. પૂર્વે સમ્યકત્વ કદી થયું નથી એમ ન કહેતાં ત્યાં (૧૧ ગાથાના ભાવાર્થમાં) નિશ્ચયનો પક્ષ કદી આવ્યો નથી એમ કહ્યું છે ને ! દ્રવ્યલિંગી પૂર્વે થયેલો ત્યારે પણ એને દ્રવ્યનું એવું લક્ષ નહોતું થયું. આમ ધારણામાં તો દ્રવ્ય આવું છે એમ તો આવ્યું હતું. પરંતુ એની વાત નથી. આ તો દ્રવ્યનું એવું અપૂર્વ લક્ષ થઈ જાય કે એનો એને પોતાને જ ખ્યાલ આવી જાય છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર બોલ નં. ૪૪૯) પ્રશ્ન:- પરિણામી નિશ્ચયથી પોતાના પરિણામનો કર્તા છે. અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કર્તા છે તે કઈ રીતે?
ઉત્તરઃ- ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે. પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કર્તા કહેવાય. પરંતુ ધ્રુવ દ્રવ્ય તો પરિણમતું જ નથી. ધ્રુવ દ્રવ્ય તો નિષ્ક્રિય છે. પલટે છે તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કર્તા કહેવું તે પણ વ્યવહાર છે. પર્કરકના પરિણામ, ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના, સ્વયં સિદ્ધ ઉત્પાદ થાય છે.
( પરમાગમસાર બોલ નં. ૧૪૭),
Dછું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk