________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૨૯૭
પ્રશ્ન:- પ્રમાણજ્ઞાન નિશ્ચયરૂપ નહીં હોતા !?
ઉત્ત૨:- નિશ્ચય તો છે જ. રાગ, રાગથી થયો છે, વિકાર, વિકારથી થયો છે તે તો નિશ્ચય જ છે. પરંતુ તે ઉપરાંત બેનું જ્ઞાન કરાવવા માટે બેનું કાર્ય છે તેમ કહેવામાં આવ્યું છે. બે મળીને વિકાર થયો જ નથી.
શ્રોતા:- આપે શું કહ્યું તે સમજમાં નથી આવ્યું...
ઉત્ત૨:- જેમ માતા-પિતા બેનો પુત્ર હોય છે, તો અહીંયા કહે છે-બે થઈને પુત્ર થતો જ નથી. પુત્ર પુત્રને કા૨ણે થાય છે. એમ ત્યાં કહે છે કે-આત્મા અને કર્મ બે મળીને વિકાર થાય છે તે તો પ્રમાણજ્ઞાનથી વાત છે. નિમિત્તની (હૈયાતિ ) બતાવવા કહ્યું છે. નિમિત્ત છે કે નહીં ? છે તો તેનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
અહીંયા તો કહે છે કે–જુઓ ! કર્મ અને જીવદ્રવ્ય બન્ને મળીને અશુદ્ધ ચેતનારૂપ અર્થાત્ રાગદ્વેષ પરિણામરૂપ પરિણમે છે તેમ નથી. અત્યારે તો ઘણી ગરબડ કરી દીધી. બધી જગ્યાએ આમ જ ચાલે છે. વિકાર પોતાથી અને કર્મથી બેથી થાય છે તેમ માને છે. શ્રોતા:- પુસ્તક પુસ્તકમાં ફેર છે ને ? ગોમ્મટસારમાં બીજું કાંઈ લખ્યું છે.
ઉત્ત૨:- ગોમ્મટસા૨માં નિમિત્તથી કથન કર્યું છે. જ્ઞાનાવરણીયકર્મ તેમાં શું આવ્યું ? જ્ઞાનને ૫૨દ્રવ્ય આવ૨ણ કરે છે? શું એક દ્રવ્ય બીજા દ્રવ્યને આવ૨ણ કરે છે ? પોતાના જ્ઞાનની હીણી પરિણતિ પોતાથી થાય છે. જ્યારે ભાવઘાતી કર્મ થયું તેમાં જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવામાં આવે છે. પરંતુ તેનાથી થયું નથી.
પ્રશ્ન:- આ વાત કયા ગ્રંથમાં છે?
ઉત્તર:- પ્રવચન સારમાં સોળમી ગાથામાં છે. “ એ રીતે સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્યભાવ ભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, ‘સ્વયંભૂ' કહેવાય છે. ” ભાવઘાતિમાં પોતાની જ્ઞાનની પર્યાયને પોતાથી ાણી કરે છે... તે ભાવઘાતિ છે, અને તેમાં દ્રવ્ય-ઘાતિ નિમિત્ત છે.
,
એ દ્રવ્યઘાતિ અને ભાવઘાતિ બન્નેને દૂર કરીને.. તેનો અર્થ શુ ? –તે સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી.. વિકા૨ પર્યાયને અને અલ્પજ્ઞાનને દૂર કરીને.. તો અસદ્ભૂત વ્યવહા૨ે નિમિત્તને દૂર કરીને તેમ કહેવામાં આવ્યું. પોતાનો આત્મા જ્ઞાનસ્વરૂપે અને આનંદસ્વરૂપે આવિર્ભૂત થઈ પ્રગટ થયો. પોતાની પર્યાયમાં કેવળજ્ઞાન જે ઝળહળ જ્યોતિ છે તેવો સ્વયંભૂ ભગવાન પ્રગટ થયો. ‘ સ્વયંભૂ ’ તો એટલે કહ્યું કે-ભગવાન કોઈ બીજો છે તેમ નથી.
અહીંયા તો ભગવાન આત્મા જ સ્વયંભૂ છે. પોતાથી પોતાની કેવળજ્ઞાનની પર્યાય કર્તા, કર્મ, કરણથી ઉત્પન્ન કરી છે. તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી. નિમિત્ત છે પણ નિમિત્ત છે તે કર્તા નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તે બીજી ચીજ છે. અને નિમિત્ત ને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk