________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૨૯૫ પ્રશ્ન- અરિહંતે ચાર ઘાતિયા કર્મનો નાશ કર્યો તેમ તો આવે છે ને?
ઉત્તર- કર્મનો નાશ કર્યો એતો નિમિત્તથી કથન છે. કર્મની પર્યાયમાં ત્યારે અકર્મરૂપ થવાનો કાળ હતો તો તે અકર્મરૂપ થઈ. આત્માએ વિકારનો નાશ કર્યો અને કર્મનો પણ નાશ કર્યો તેમ બે પરિણામનો કર્તા નથી.
આહા.. હા! ભાષાની પર્યાય થાય છે અને સામે શ્રોતાને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે, તો તે બન્ને પરિણામનો કર્તા આત્મા નથી. ભાષાની પર્યાયનો અને જ્ઞાનની પર્યાયનો કર્તા આત્મા નથી. ભાષાની પર્યાય આત્માએ કરી અને સામે જ્ઞાનની પર્યાયે ભાષાની પર્યાયને કરી પ્રેમ છે નહીં. આવી વાત છે ભાઈ ! વીતરાગનું વિજ્ઞાન આવું છે.
“જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપ” આ ક્રિયા.. જુઓ! આહા. હા ! જ્યાં દયાદાન, વ્રત-ભક્તિ, ઉપદેશ સાંભળવાનો જે વિકલ્પ તેનાથી પણ ભિન્ન પોતાની ચીજ આનંદકંદ, શાકભાવથી ભરેલી એવી અંતરમાં શુદ્ધ ચૈતન્યદ્રવ્યની દ્રવ્યદૃષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ થઈ તેનો કર્તા જીવ છે. કર્મએ માર્ગ આપ્યો તેથી નિર્મળ પરિણામ થયા અથવા કર્મ થોડા ઉઠી ગયા, કર્મએ માર્ગ આપી દીધો માટે આવા ધર્મના પરિણામ થયા તેમ છે નહીં.
શ્રોતા:- દ્રવ્યદૃષ્ટિથી પરિણતિ થઈ ગઈ !
ઉત્તર- એ દ્રવ્યદૃષ્ટિ જ પરિણતિ છે. ત્રિકાળી તો ધ્રુવ છે. ધ્રુવ ઉપર દષ્ટિ દેવાથી સમ્યગ્દર્શન આદિ પર્યાયો ઉત્પન્ન થાય છે. તે શુદ્ધ ચેતના પરિણામ છે. તે પરિણામનો આત્મા કર્તા છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. બાકી ચેતના પરિણામનો કર્તા પરિણામ છે. અહીંયા તો આ કળશમાં તો) પરથી ભિન્ન પાડવાની વાત ચાલે છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ !
અનંતકાળથી તત્ત્વની દૃષ્ટિ કરી નથી. આત્મા શું ચીજ છે તેની કયારેય જિજ્ઞાસા કરી નથી. અગિયાર અંગ ભણી નાખ્યા અને વસ્તુને છોડી દીધી.
અહીંયાતો પરમાત્મા એમ કહે છે મારી સામે તારી દૃષ્ટિ હશે તો તને રાગ થશે. કેમકે અમે પરદ્રવ્ય છીએ. જે રાગ થયો છે તે અમારા કારણે નથી થયો. સમજમાં આવ્યું?
આહા. હા! તે શુદ્ધ ચેતના તે પોતાની પર્યાય અથવા અશુદ્ધ ચેતનારૂપ રાગવૈષરૂપ મિથ્યા પરિણામ તે વ્યાપ્ય નામ કાર્ય છે અને અજ્ઞાનભાવે આત્મા તેનો કર્તા છે. સમજમાં આવ્યું? વ્યાપ્ય વ્યાપકમાં વ્યાપ્ય તે તો અવસ્થા છે તે કાર્ય છે અને વ્યાપક એટલે દ્રવ્ય તેનો કર્તા છે. અજ્ઞાનભાવે દ્રવ્ય વિકારની અવસ્થાનો કર્તા છે. દ્રવ્ય વ્યાપક છે અને વિકારની અવસ્થા તેનું વ્યાપ્ય નામ કાર્ય છે. આ રીતે વ્યાપ્ય-વ્યાપક પોતાનામાં હોય છે. કર્મમાં તેનું વ્યાપ્ય-વ્યાપક છે. કર્મ વ્યાપ્ય થઈને પોતાનું કાર્ય રાગને કરાવી દે તેમ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk