________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
કલશ ન ઃ ૫૩
( આર્યા )
''
नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव स्यात्।। ८-५३।। ખંડાન્વય સહિત અર્થ:- “ વસ્તુ સમૌ ન પરિળમત: ” (વસ્તુ) એવો નિશ્ચય છે કે (૩ૌ) એક ચેતનાલક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલદ્રવ્ય (ન પરિણમત: ) મળીને એક પરિણામરૂપે પરિણમતાં નથી; [ ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપે-શુદ્ધ પરમાણુરૂપે અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપે પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, વસ્તુનું સ્વરૂપ એવું તો છે પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બંને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તે-રૂપે પરિણમે છે એમ તો નથી; અથવા જીવ અને પુદ્ગલ મળીને જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડરૂપે પરિણમે છે એમ તો નથી; ] “ સમયો: પરિણામ: ન પ્રખાયેત ” ( સમયો: ) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમના (રિણામ: ) બંને મળીને એકપર્યાયરૂપ પરિણામ (ન પ્રનાયત) થતા નથી; “ સભયો: પરિણતિ: ન ચાલ્” ( સમયો: ) જીવ અને પુદ્ગલની (પરિણતિ:) મળીને એક ક્રિયા (ન સ્યાત્) થતી નથી;વસ્તુનું સ્વરૂપ આવું જ છે; “ યત: અનેક્ અનેક્ વ સવા” (યત:) કા૨ણ કે (અનેમ્) ભિન્ન સત્તારૂપ છે જીવ-પુદ્ગલ (અનેમ્ પુર્વ સવા) તે તો જીવપુદ્ગલ સદાય ભિન્નરૂપ છે, એકરૂપ કેમ થઈ શકે? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યપુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું ૫૨સ્પ૨ કર્તા–કર્મ–ક્રિયાપણું ઘટતું નથી. ૮-૫૩.
',
પ્રવચન નં. ૬૮
તા. ૧૬-૮- ’૭૭
૨૯૩
કલશ-૫૩ : ઉ૫૨ પ્રવચન
કળશટીકાનો કર્તાકર્મ અધિકાર તેનો ૫૩ નંબરનો શ્લોક છે. “હજુ સૌ ન પરિણમત: ” એવો નિશ્ચય છે કે એક ચેતના લક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ પિંડરૂપ પુદ્ગલ દ્રવ્ય ( ન પળિમત: ) મળીને એક પરિણામ રૂપે પરિણમતાં નથી; ” શું કહે છે ? ‘ વસ્તુ’ એવો નિશ્ચય છે કે એક ચેતના લક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મરૂપ દ્રવ્ય અજીવ આ બે દ્રવ્યો વચ્ચેની વાત છે. કેમકે જીવ જેટલા પ્રમાણમાં
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk