________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
કલશામૃત ભાગ-૨ ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુગલપિંડ-કર્મનો કર્તા જીવ વસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમકે એક સત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે;
જુઓ ભાષા! એક સત્ત્વમાં પણ ઉપચારથી કહેવાય છે. પોતાના વિકારી કે અવિકારી પરિણામ તે પોતાનું કાર્ય અને આત્મા કર્તા તે પણ ઉપચારથી છે-વ્યવહારથી છે. બાકી પર્યાય પર્યાયનો કર્તા છે અને પર્યાય પર્યાયનું કર્મ છે તે યથાર્થ છે. “ભિન્ન સત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે? પોતાનામાં ત્રણ સ્વતંત્ર છે અને તેનો કર્તા આત્માને કહેવો તે ઉપચારથી છે. તો પછી જડકર્મ કર્યા છે તે કેવી રીતે ઘટશે તે વિચારવું.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્યે રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞ દેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે? જીવને જીવનો સ્વભાવ લાભ કરે પણ રાગાદિ કદીય લાભ ન કરે.
(પ્રવચન રત્નાકર ભાગ-૩ પેઈજ નં. ર૩)| જ્ઞાનરૂપી સરોવરમાં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવ સન્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્ય કમળમાં ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદ રસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે. તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસ ને પી. આહાહા ! તું નિર્મળ પર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્યરસમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અભુત અનિર્વચનીય આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. તું આત્માનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહીં.
( પ્રવચન રત્નાકર ભાગ-૩ પેઈજ નં. ૩૩-૩૪)|
)
જ )|
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk