________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૨
૨૯૧ અથવા જ્ઞાનાવરણાદિરૂપ (અશુદ્ધરૂપે) પોતાનામાં વ્યાપ્યરૂપ થઈને પરિણમે છે. તે પરને કારણે પરિણમતા નથી. આ પુસ્તક તો રાજમલ્લજીનું કરેલું છે, અમારું કરેલું નથી. આહા.... હા ! વસ્તુની સ્થિતિ જ આવી છે. ભાઈ ! અમે તો આ વાત પહેલેથી જ કહીએ છીએ. અમે કહ્યું હતું કે પ્રભુ! ક્રમબદ્ધ પર્યાય જે સમયે જે થવાવાળી છે તે થવાની જ છે.
શ્રી પ્રવચનસારનો શેય અધિકાર છે. શેય અધિકાર કહો કે સમકિતનો અધિકાર કહો. તેની ૧૦ર ગાથામાં આ વાત ચાલી હતી. શેયનો સ્વભાવ એવો છે કે જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે થશે જ તે તેની જન્મક્ષણ છે. આવા શેય સ્વભાવની પ્રતીતિ કરવી તે સમકિત છે. આમાં છએ દ્રવ્યનો સ્વભાવ આવી ગયો. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો જન્મ નામ ઉત્પન્ન થવાનો જે કાળ છે તે કાળે વિકાર કે અવિકાર તે સમયે થાય છે.
પ્રવચનસાર ૧૦૧ ગાથામાં તો એમ લીધું છે કે-ઉત્પાદ ઉત્પાદથી થાય છે, ઉત્પાદ વ્યયથી કે ધ્રુવથી થતો નથી. પ્રવચનસાર બીજા અધિકારમાં શેયની વ્યાખ્યા છે. જયસેન આચાર્યે લખ્યું છે કે આ સમકિતનો અધિકાર છે. શેયનો સ્વભાવ જ એવો છે કે વિકાર કે અવિકાર જે થાય છે તે પોત પોતાના સમયમાં ઉત્પન્ન થાય છે. અને એક બીજી વાત કે-ઉત્પાદ. ઉત્પાદના કારણથી છે, વ્યય વ્યયના કારણથી છે. અને ધ્રુવ ધ્રુવના કારણથી છે. ઉત્પાદ ધ્રુવના કારણથી નથી, ઉત્પાદ વ્યયના કારણે પણ નથી. આહા... હા ! આવો શેયનો સ્વભાવ છે. ૧૦૦, ૧૦૧, ૧૦૨ તે સમકિતની ગાથા છે.
૯૯ ગાથામાં તો એમ લીધું કે-પોત પોતાના અવસરમાં પ્રત્યેક દ્રવ્યની પર્યાય થાય છે. એવો પાઠ છે. મોતીની માળા હોય છે તેમાં જ્યાં જ્યાં મોતી છે ત્યાં તે રહે છે, તે આગળ-પાછળ થતાં નથી. તેમ ભગવાનરૂપી આત્મામાં પર્યાયરૂપી માળા જે સમયે જે થવાની તે સમયે તે મણકામાં પર્યાયરૂપી માળા હોય છે, તે આગળ-પાછળ થતી નથી.
લોકોને એમ લાગે છે કે બધી વાત ઉડાડી દીધી. આપણે લોકો મૂળમાં ભૂલ્યા છીએ. બધા લોકોને ડૂબાડી દેશે. અરે.. ભગવાન! આ તું શું કહે છે?! એને બિચારાને ખબર નથીને!
અહીંયા કહે છે-અશુદ્ધ કે શુદ્ધ પરિણતિ પોતાનાથી વ્યાપ્ય વ્યાપક છે પરની સાથે વ્યાપ્ય વ્યાપકપણે નથી. તે પ્રમાણે ક્રિયા પણ વસ્તુમાત્ર છે તે વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી. “યત: ગનેર્ પ એમ્ ઇવકારણ કે એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ એવું પણ જોકે છે તો પણ સત્તામાત્ર વસ્તુ છે તે એક છે.” વસ્તુ એક છે. વસ્તુના કર્તાકર્મ-ક્રિયા તે ત્રણેનો કર્તા એક જ ચીજ છે. તેને પરની સાથે કાંઈ સંબંધ છે નહીં. “એવું પણ જોકે છે તો પણ સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જૂઠા છે.” જુઓ, રાગનો કર્તા જીવને કહેવો તે તો નથી પરંતુ ત્રણ ભેદ પાડવા તે પણ જૂઠું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk