________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૯
કલશ-પર આવો અર્થ કરવો. તે તો પોતાની દૃષ્ટિથી અર્થ કરે છે.
અમને તો પૂર્વેની ભગવાનની-ગુગમવાણી અંદરમાં હતી. ત્યાં (શરીરમાં) આકરો રોગ આવી ગયો અને તે સહન થયો નહીં તેથી અહીં કાઠિયાવાડમાં અવતાર થઈ ગયો. અમને તો ભગવાનના ત્યાંના સંસ્કાર હતા. સૌ પહેલાં તે સંસ્કાર ૭૧ ની સાલમાં આવ્યા. આજથી બાસઠ વર્ષ પહેલાં.
ભગવાન ! તારી જ્ઞાનની પર્યાયમાં જે હીણપ થાય છે તે તારા પુરુષાર્થના કારણે થાય છે. તે ભાવઘાતિકર્મને કારણે થાય છે, દ્રવ્યઘાતિકર્મના કારણે નહીં. તારી પર્યાય જે હીણી થઈ તેનો કર્તા તું છો, તે ભાવઘાતિ કર્મથી ઉત્પન્ન થઈ છે. દ્રવ્યવાતિ છે તે તો જડ છે, તે તો નિમિત્ત છે (અને નિમિત્તથી કાર્ય ઉત્પન્ન થતું નથી.) આ બધા બુદ્ધિવાળા બહારના વકિલ હોય; આમાં બહુ ધ્યાન આપે નહીં અને પછી સંપ્રદાયમાં જય નારાયણ કર્યા કરે.
શ્રોતા- અમને એમ લાગે છે કે અધ્યાત્મથી આપ કહો છો તે ઠીક છે અને સંયોગથી તે કહે છે તે ઠીક છે.
ઉત્તર- સંયોગનાં કારણે પરમાં થાય છે તે વાત જૂઠી છે તેમ તો અહીં કહેવું છે. સંયોગને કારણે થાય છે તે વાત તો ચાલે છે. જ્ઞાનની પર્યાય જે હીણી થાય છે તે કર્તાનું કર્મ છે તે જ્ઞાનાવરણીયકર્મનું કાર્ય નથી. એકદમ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થયો માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી. પોતાની પર્યાય જ્યારે ઉગ્ર પુરુષાર્થપૂર્વક સ્વભાવમાં એકાગ્ર થાય છે તો તે પર્યાયમાં કેવળજ્ઞાન થયું. એ કેવળજ્ઞાનની પર્યાય કાર્ય અને આત્મા તેનો કર્તા છે. જ્ઞાનાવરણીય કર્મ દૂર થયું તો ત્યાં કર્મની પર્યાય અકર્મરૂપે થઈ. જૈનતત્ત્વ મીમાંસામાં લખ્યું છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ દૂર થયા તો કર્મની પર્યાય અકર્મરૂપે થઈ, પરંતુ તેના કારણે કેવળજ્ઞાન થયું તે વાત કયાંથી આવી?
અહીંયા આપણે સંવત ૨૦૦૩ માં વિદ્વત પરિષદ ભરી હતી. તેમાં કુલ બત્રીસ પંડિતો આવ્યા હતા. ત્યાં પ્રવચન મંડપમાં ચર્ચા થઈ તેને ત્રીસ વર્ષ થયા. આ પરમાગમ મંદિર તો હમણાં સાડાત્રણ વર્ષ પહેલાં થયું. ત્યારે ફૂલચંદજી આવેલા. બીજા એક પંડિતને તાવ આવ્યો તેથી ફૂલચંદજીને રોકાવું પડ્યું. તો અઢાર દિવસ તેમને સાંભળવાનું મળ્યું. પછી તેમણે પંચાધ્યાયીમાં લખ્યું છે કે-પંચાધ્યાયીના અર્થ કર્યા છે તે સોનગઢના સંત કાનજીસ્વામીનો જે અનુભવપૂર્વક લાભ લીધો અને પછી આ અર્થ કર્યા છે. આ વાત પંચાધ્યાયીના પહેલા પેઈજ ઉપર લખી છે. તેમણે અઢાર દિવસ સાંભળ્યું તો તેમને થયું કે-આ વાત તો બીજી છે. પછી પંચાધ્યાયીના અર્થ કરતાં પહેલાં, પહેલા પાના ઉપર લખ્યું કે “આ પંચાધ્યાયીનો અનુવાદ છે તે સોનગઢના સંતની અનુભવપૂર્ણ વાણીથી મેં લખ્યો છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk