________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૨
૨૮૭ સત્તા છે. તે સત્તામાત્ર વસ્તુ પોતાથી અવસ્થાન્તર થાય છે. પોતાની અવસ્થા સ્વતંત્ર થાય છે. પૂર્વ અવસ્થાથી બદલાય ને નવી અવસ્થા પોતાનાથી થાય છે. કોઈ સંયોગના કારણે અવસ્થા પલટાઈ છે એમ નથી.
સવા પરિણામ: નીયતે” ત્રિકાળગોચર સત્તામાત્ર છે વસ્તુ તેની અવસ્થા વસ્તુરૂપ છે;” તે અવસ્થા ચાહે તો વિકારરૂપ હો કે પછી સમ્યગ્દર્શનની પર્યાયરૂપ હો. પણ તે સત્તાની ચીજ અવસ્થારૂપ થઈ છે. સમ્યગ્દર્શન પણે પણ જે સત્તા છે તે સત્તારૂપ થઈ છે. વિકારરૂપ ચીજ છે તે પોતાને ભૂલીને અવસ્થારૂપ થઈ છે. પરનાં કારણે પરિણામમાં ફેરફાર થાય છે તેમ ત્રણ કાળમાં બનતું નથી. “સા' શબ્દ પડયો છે પાઠમાં. “સદા ” એટલે ત્રિકાળ-અનાદિ અનંત. ત્રિકાળ વસ્તુ સત્તામાત્ર ભિન્ન છે અને એ સત્તા અવસ્થાન્તર થાય છે. જે અવસ્થાન્તર થાય છે તે પોતાની સત્તાથી થાય છે પરથી અવસ્થાન્તર થતી નથી.
આહા ! બહારથી જોવામાં એમ આવે કે પહેલાં આવું જ્ઞાન ન હતું પરંતુ વાણી સાંભળવાથી આવી જ્ઞાન પર્યાય થઈ. તો તેને કહે છે કે-જ્ઞાનની પર્યાય સાંભળવાથી નથી થઈ, તે સત્તામાત્ર વસ્તુની અવસ્થાન્તરરૂપ પર્યાય પોતાથી થઈ છે. બીજી વસ્તુની પર્યાય અવસ્થાન્તરરૂપ થઈ છે માટે જ્ઞાન વધી ગયું તેમ નથી. આ વાણી સાંભળી માટે જ્ઞાન થયું તેમ નથી.
પ્રશ્ન:- તો પછી દર્શનમોહ ચારિત્રમોહનું શું થયું?
ઉત્તર- જેને ભ્રાંતિ કહીએ છીએ તે દર્શનમોહ જડમાં રહ્યો. તેનું કારણ તેનામાં છે તેમાં આત્માને શું છે? દર્શનમોહની જડ પ્રકૃત્તિ તેની પર્યાયનો કર્તા તો તેનો પરમાણું છે-આત્મા તેનો કર્તા છે જ નહીં. તેમ ચારિત્રમોહની બંધનરૂપ જે પર્યાય છે તેનો કર્તા પણ બંધનરૂપ પરમાણું છે, તેનો કર્તા આત્મા છે નહીં. એ તો સ્તુતિમાં આવે છે ને!
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.” આ કડી ચંદ્રપ્રભુ ભગવાનની સ્તુતિમાં આવે છે. કર્મ તો જડ-અજીવ છે, તે મારી ચીજને સ્પર્શતા પણ નથી. હું મારી ભૂલથી ભૂલ કરું છું. અને ભૂલનો ટાળવાવાળો પણ હું છું. સમજમાં આવ્યું !?
આહાહા! જે સત્તામાત્ર વસ્તુ છે તે ત્રિકાળ (ત્રણેકાળ) અવસ્થારૂપ થાય છે. લોકો દાંત આપે છે ને કે-પાણીનો પ્યાલો છે તો તેમાં જેવો રંગ નાખો તેવી પર્યાય થાય છે. તેની માન્યતા નિમિત્ત પ્રધાન છે. છાપામાં આવું ઘણું આવે છે. તે બધું ખોટું છે તેમ કહે છે. જ્યારે પર્યાય પોતાનાથી લાલ રંગ રૂપ થાય છે તે પોતાથી થાય છે. લાલ રંગ પડ્યો માટે તેનાથી થઈ છે તેમ નથી. પરથી શું થાય છે? પરને તો અડતો પણ નથી.
શ્રી સમયસારની ત્રીજી ગાથામાં આવ્યું છે કે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક રજકણ પોતાની ગુણ-પર્યાયરૂપ શક્તિને સ્પર્શે છે... ચૂંબે છે. પરને તો ત્રણકાળમાં કયારેય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk