________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૮૫ પર્યાયનો કર્તા આત્મા ત્રણ કાળમાં છે નહીં.
આ તમારી લાદીમાં જે થાય છે તે તમે નથી કરતા. શ્રોતા- એ નથી કરતા.. તો છોકરી કરે છે.
ઉત્તર- એને છોકરા પણ કરતા નથી. આ શરાફની બજારમાં ધંધા કોણ કરે છે? આટલા પૈસા આપો.. ને વગેરે. આ હૂંડીના વેપારી બેઠા છે તમારે હૂંડીને પારધીરનો ધંધો છે. તો તેમાં પૈસા લેવા દેવાની ક્રિયાને આભા કરી શકે છે?
શ્રોતા- તો આપ બતાવો કોણ કરે છે?
ઉત્તર-બતાવીએ છીએ. ભગવાન! તમે તો અજ્ઞાનભાવે રાગ-દ્વેષ કરી શકો છો. પરંતુ તે રાગ-દ્વેષથી કર્મબંધની પર્યાય થાય તે આત્માનું કાર્ય છે તેમ ત્રણકાળમાં નથી. રાગ પ્રમાણે બંધન પણ છે તો પણ આત્મા તે બંધનની પર્યાયનો કર્તા નથી. આ રાગના કારણે શરીર ચાલે છે, ઇચ્છા થઈ તો શરીર ચાલે છે, ઇચ્છા થઈ તો ભાષા બોલે છે. તેમ ત્રણકાળમાં નથી. “કેમકે જીવ દ્રવ્યનું અને પુગલ દ્રવ્યનું એક સત્ત્વ નથી.” જીવદ્રવ્યનું હોવું અને પુદ્ગલનું હોવું છે, તેથી તે બન્નેનું સત્ત્વ એક નથી. બન્નેનું સત્ત્વ ભિન્ન-ભિન્ન છે.
કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી?” ત્યાં કર્મની પર્યાયને મેં કરી અને તે કર્મની પર્યાયને મેં ભોગવી તે ઘટના કયાં છે ભગવાન !? આ અમારા શેઠ ખુશી થાય છે. અમારે મન તો બધા ભગવાન આત્મા છે બાપા! આનંદથી ભરેલા બધા સુખસિંધુરૂપ છે. “મોહકર્મ મમ્ નાહીં, નાહિં ભમ્ર ફૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.” અમે તો ચેતન જ છીએ અને આ શુદ્ધ ચેતના સિંધુ અમારું રૂપ છે. શુદ્ધ ચેતના સિંધુ એટલે ચેતનનો દરિયો ભર્યો છે. તે અમારું રૂપ છે. આ રીતે વિચિક્ષણ અર્થાત્ જ્ઞાની જાણે છે.. અને માને છે. અહીં વિચિક્ષણ તેને કહીએ જે સમકિતી છે. આ સંસારમાં ડાહ્યા હોય એતો બધી મૂર્ખાઈ છે. આ પાંચ હજારનો પગાર મળે મહિને દસ હજાર નો મળે, કંપનીમાં લાખો રૂપિયા ભેગા કરે તે વિચિક્ષણતા નથી એમ અહીં કહે છે.
••••••••••••••••••••••••••છે. “કાંઈ કરવું જ નથી, હું મને દેખું”, એવો પણ જ્યાં વિકલ્પ નથી, આત્મા તો ચૈતન્ય સૂર્ય છે, એમાં પરનું કર્તુત્વ કે રાગનું કર્તુત્વ જ કયાં છે? આત્માના દ્રવ્ય ગુણમાં તેની ગંધ જ નથી. હું મને જાણું-દેખું એવો વિકલ્પ પણ જ્યાં નથી. દેખનાર-જાણનાર સ્વભાવમાં થંભી જાય એવી દશાને સ્વાનુભવ કહે છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર બોલ નં. ૧૧૧૯)
છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk