________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૮૩ વ્યાખ્યા કરી હતી ને !? શું કરી હતી? પોતાના ગુણ પોતાના ઘરમાં રહે છે તે ગૃહસ્થ છે. આ વ્યાખ્યા દીપચંદજીનું પંચસંગ્રહ છે તેમાં પરમાત્મપુરાણ પેજ નં-૬ ઉપર છે. “જ્ઞાન निज ज्ञान सत्तागृह मैं तिष्ठै हैं तातें ज्ञान गृहस्थ कहीये। दरशन अपने दरशन सत्तागृहमैं स्थिति कीयें है; तातें दरशन गृहस्थ, वीर्य अपने वीर्य सत्तागृहमैं નિવર્સ હૈ તાલૈ વીર્ય દસ્થ વરિયા”
આ સંસારના ઘરમાં રહે તે ગૃહસ્થ જ નથી. જ્ઞાનને ગૃહસ્થ કહીએ. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનઘરમાં રહે છે અને તે રાગમાં જતો નથી તેને ગૃહસ્થ કહીએ. લોકો આ તમારા પૈસાવાળાને ગૃહસ્થ કહે છે. આ ગૃહસ્થ એટલે શું? બહુ પૈસાવાળા એમ હશે? દેષ્ટા સ્વભાવ પોતાના ઘરમાં રહે માટે ગૃહસ્થ છે. પરમાં જતો નથી. માટે ગૃહસ્થ છે. આ રીતે અનંતગુણ લીધા છે. આત્મવીર્ય જે છે તે પોતાની સત્તામાં રહે છે અને રાગની સત્તાને રચવા જતો નથી. તેનું નામ ગૃહસ્થ છે. આવી વાત છે.
શ્રોતા- તમારી વાત સત્ય છે, પરંતુ અમોને અ, આ, ઈ, કક્કાની જેમ ભણાવો.
ઉત્તર- કક્કાની પંક્તિ ચાલે છે. ક. કા કેવળજ્ઞાન કેમ હોય. તેનું નામ કક્કા. એ કક્કા શબ્દ આવે છે. ક. ખ તેમ બધામાં આવે છે. અહીં તો બધી વાત છે. ભાઈ ! દિગમ્બર શાસ્ત્રોમાં તો ભંડાર ભરેલો પડ્યો છે. કક્કો કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારો છે. દિગમ્બર શાસ્ત્રોમાં એટલું છે કે કેવળજ્ઞાનને અહીં ખડું કરી દીધું છે. કેવળજ્ઞાનનો વિરહ ભૂલાવી દીધો છે. અર્થાત્ આ કાળે કેવળજ્ઞાન નથી તેવું ભૂલાવી દીધું છે.
અહીં તો કહે છે ભગવાન આત્મામાં પોતાનું જે આનંદસ્વરૂપ છે અંતરમાં આનંદ. એ આનંદ આનંદમાં રહે છે તે ગૃહસ્થ છે. આહા. હા ! એ આનંદને ઓળંગીને જે પુણ્ય-પાપમાં જાય છે તે ગૃહસ્થ નથી, તે તો વ્યભિચારી છે. આવી વાત છે ભગવાન !
શ્રોતા:- બંગલામાં રહે તેનું શું કરવું?
ઉત્તર:- તમારી વાત કરે છે એ. બંગલામાં કોણ રહે? બે લાખનો બંગલો નવનીતભાઈએ કરાવ્યો છે તો તે ત્યાં વેપારમાં રહેશે તો બંગલો અહીં ખાલી રહેશે.
અરે રે! અહીં તો ત્રિલોકીનાથ પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ! તમે રાગમાં રહો એ તારી ચીજ નથી. રાગમાં રહે તે વ્યભિચારી છે. આહા.. હા! જેમ પર સ્ત્રીનું સેવન કરવાવાળો વ્યભિચારી છે તેમ પોતાની ચેતના પરિણતિનો સંભોગ છોડી અને રાગનો ભોગ કરવાવાળો વ્યભિચારી છે. સમજમાં આવ્યું !?
પોતાનો ચેતન ભગવાન અને તેનો ચેતના સ્વભાવ છે. ગઈકાલે આવ્યું 'તું નેજીવત્ત્વશક્તિ, ચેતના સ્વભાવ, તે ચેતના શક્તિની સાથે એકાગ્ર થઈને ભોગ લેવો, કેમકે પોતાના ભાગમાં આનંદ છે. ચેતના તે પોતાની પટરાણી તેવી પર્યાય.. આવી રાણીને છોડીને રાગની સાથે એકત્વ કરે તે વ્યભિચારી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk