________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
કલશામૃત ભાગ-૨ પંચસંગ્રહમાં એક શબ્દ આવ્યો છે–“ સુખ ગૃહસ્થ છે. ” “ सुख अपने -अनाकुल નક્ષળ સુદ્ધ સત્તા ગૃહમેં સ્થિતિ વિષે હૈ; તાતા સુદ્ધ ગૃહસ્થ હૈં।” આનંદ.. આનંદમાં
રહેલો છે તે કયારે તેને ખ્યાલમાં આવે કે–જ્યારે દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ જાય ત્યારે. તેને અનાકુળ આનંદ આવ્યો તેમ કહે છે. અનાકુળ આનંદ પણ પોતાના ગૃહ નામ ઘ૨માં ૨હે છે. પુણ્ય ને પાપના વિકલ્પ જે દુઃખરૂપ છે તેમાં આનંદ આવતો જ નથી.
પ્રશ્નઃ- વીસ દિવસ સુધી આપની વાત સાંભળશે તો કામ નહીં થાય ?
ઉત્ત૨:- આ તો એક દિવસમાં સમજાય એવી ચીજ છે ને ભગવાન ! પાણી છે તે અગ્નિના નિમિત્તથી ઉષ્ણ થયું. પોતાનામાં અડધોમણ પાણી હોય તે પાણી પોતાથી પોતાનામાં ઉષ્ણ થયું અગ્નિથી નહીં. હવે ઉષ્ણતા પર્યાય સહિત જે પાણી છે તે પાણી આમ ગુલાંટ ખાય છે ત્યારે તે પાણી ઉષ્ણતાનો પણ નાશ કરે છે અને અગ્નિનો પણ નાશ કરે છે.
આજે સ્વતંત્રતાનો દિવસ છે. સ્વતંત્રતાનો તો દિવસ એ છે કે-રાગની રુચિ છોડી અને આનંદના નાથની રુચિ કરી લ્યે તો તેને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. આહા.. હા ! તેને પોતાનું સ્વરાજ મળે છે. પોતાનો સ્વરાજ અર્થાત્ શિવપુર સ્વરૂપ આત્મા છે તે અસંખ્ય પ્રદેશી છે.. તે દેશ છે અને તેમાં અનંતગુણ તે તેની પ્રજા છે. એ સ્વદેશ જ્યારે અંદરથી પોતાને મળ્યો ત્યારે તે સ્વતંત્ર થયો. સમ્યગ્દર્શનમાં પોતાના દેશનું ભાન થયું. પોતાનો દેશ અને પોતાના દેશમાં વસેલ વસ્તિ. વસ્તિ અર્થાત્ પોતાના સ્વભાવમાં વસેલ ગુણો.. તેમાં જ્ઞાન, દર્શન આદિ અનેક શક્તિઓ વસ્તુમાં રહ્યા છે. વસ્તુની અંદ૨માં ગુણો વસેલાં છે માટે તેને વસ્તુ કહે છે. વસ્તુની દૃષ્ટિ જ્યારે થઈ તો કહે છે કે–તેને સ્વતંત્રતાનું સ્વરાજ મળ્યું. તેને સ્વ સ્વભાવનું રાજ મળ્યું. રાજનો અર્થ સભા થાય છે. સ્વરાજ અર્થાત્ સ્વસભા પ્રાપ્ત થયો ૫૨માં રાગમાં પુણ્ય-પાપમાં (પરિણતિ) જાય છે તે અશોભા છે. તે વ્યભિચાર થયો એમ કહે છે. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે કે– કર્તા-કર્મ-ક્રિયા તે ત્રણ કહી. આત્મા જ પોતાની પર્યાયનો કર્તા અને ક્રિયા તેનું કાર્ય. આ પલટતી ક્રિયાનો કર્તા આત્મા જ છે તે કહ્યું.
,,
“ તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; અહીંયા જે રાગ-દ્વેષની પરિણતિ થઈ તેનો કર્તા અજ્ઞાનભાવે આત્મા છે. એ અજ્ઞાનને કા૨ણે ત્યાં કર્મમાં બંધનની પર્યાય થઈ તેનો કર્તા આત્મા છે એમ ત્રણકાળમાં નથી. રાગરૂપે પરિણમિત થયો તો કર્મબંધનમાં જ્ઞાનાવરણાદિ કર્મબંધ થયો. એ બંધનની પર્યાયનો કર્તા અને એ બંધનની પર્યાય મારું કાર્ય તે બધી જૂઠી વાતો છે.
જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ થાય છે તેટલા પ્રમાણમાં કર્મની પર્યાય કર્મરૂપે થાય છે. તેનો પણ કર્તા નથી. તો પછી આ શરીર, મન, વાણી જડ-ધૂળ માટી આદિની
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk