________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
કલશાકૃત ભાગ-૨ સનેપાત એટલે સમજાણું? વાત, પિત્ત અને કફ તે ત્રણનું જોર થઈ જાય છે, તે ત્રણનું જોડાણ થાય તો સનેપાત થાય છે.
જેને સનેપાત થયો છે તે દાંત (હાસ્ય) કાઢે છે તો તે સુખી છે? હસે છે ને? તે દુઃખની દશામાં એટલો ગરકાવ થઈ ગયો છે કે તે હસે છે કે નહીં તેની પણ તેને ખબર હોતી નથી. તેમ ભગવાન આત્મા મિથ્યા શ્રદ્ધાના કારણે રાગ મારી ચીજ છે અને રાગનો કર્તા હું છું તેમ માને છે ત્યાં સુધી તો મિથ્યાત્વ છે. અહીં તો પરદ્રવ્યથી ભિન્ન કરવા માટે મિથ્યાત્વની પર્યાય પણ જીવની છે એટલું બતાવવું છે. સમજમાં આવ્યું? તે પર્યાયની સ્વતંત્રતા પોતાથી છે એટલે સિદ્ધ કરવું છે પછી તો મિથ્યાત્વનું પરિણમન પણ પોતાનું સ્વરૂપ નથી. હું તો આનંદસ્વરૂપ અતીન્દ્રિય સુખ સિંધુ છું. શ્રી નાટક સમયસારમાં આવે છે કે
કહે વિચિક્ષણ પુરુષ, સદા હું એક હું, અપને રસ સે ભર્યો, અનાદિ ટેક હું. મોહકર્મ મમ્ નાહીં, નાહીં ભ્રમ કૂપ હૈ,
શુદ્ધ ચેતના સિંધુ હમારો રુપ હૈ.” હું અનાદિથી પોતાના આનંદરસથી ભરેલો છું. ટેક એટલે મારી મર્યાદા જ આવી છે. આ જે મિથ્યાત્વનું પરિણમન થાય છે તે ભ્રમ કૂપ છે-એમ કહે છે. અમારું રૂપ તો પ્રભુ! સુખ અને આનંદનું છે. આત્મા સુખ અને આનંદનો સાગર છે. આહા. હા! આ વાત કેમ બેસે? આવી નજરું કયારેય કરી નથી. જેની નજર છે તેના નિધાનને જોયું નહીં. અને એ નજરે પરને જોયું છે. જે ચીજની નજર છે તેને તો જોયું નહીં અને જે ચીજની આ નજર નથી ત્યાં નજર કરી એમ કહે છે.
મોહ કર્મ મમ્ નાહિ, નાહિ ભ્રમ કૂપ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.” વિકારી પર્યાય કે અવિકારી પર્યાયનો હું કર્તા છું અને તે મારું કાર્ય છે, તે મારી ક્રિયા છે તેમ માની અને ત્યાં રોકાવું નહીં. આહાહા..! આવું કહી અને વીતરાગતા બતાવવી છે. ભગવાન ! તારી વિકારી પર્યાયનો કર્તા તું જ છો એ વાત અજ્ઞાનપણે બરોબર છે. પરંતુ તે વિકારી પર્યાય પણ તારી ચીજ નથી. કેમકે અનંત શક્તિમાંથી કોઈ શક્તિ વિકારને કરે એવી નથી. બપોરે (પ્રવચનમાં) શક્તિઓ ચાલે છે ને! જીવત્ત્વ, ચિત્તી, દેશી આદિ શક્તિ અનંત છે. તેને શક્તિ કહો, ગુણ કહો-તે વસ્તુનું સત્ત્વ છે, સત્ છે તેનું તે સર્વ કહો, કે સત્ત્વની શક્તિમાં કોઈ એવી શક્તિ નથી કે તે વિકારને કરે. એ શક્તિ અને શક્તિવાન ઉપર દૃષ્ટિ કરવી તે આ બધાનું તાત્પર્ય છે.
શ્રોતા:- આ તો આપ જેવાનું કામ છે અમે તો ગૃહસ્થ છીએ. ઉત્તર- અરે..! કોઈ ગૃહસ્થ નથી બધા આત્મા ભગવાન છે. ગઈ કાલે ગૃહસ્થની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk