________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮O
કલશાકૃત ભાગ-૨ કર્તા પરદ્રવ્ય નથી એવો નિર્ણય કરે.. તો એનું તાત્પર્ય એ છે મારી પર્યાયનો કર્તા હું છું. નિમિત્ત અને ઉપાદાન બે થઈને ક્રિયા થાય છે તેમ નથી, એ વાત સિદ્ધ કરે છે.
બન્ને દ્રવ્યોની ક્રિયા એક સાથે છે ને!? માટી માંથી ઘડો થાય છે ત્યારે કુંભારને ઘડો બનાવવાનો વિકલ્પ અને હાથને ચાલવવાની ક્રિયા તે બન્ને એક સાથે છે છતાં ઘડાની પર્યાયનો કર્તા કુંભાર નથી. તેવી રીતે આત્માની વાત ભાવાર્થમાં કરે છે.
“ભાવાર્થ આમ છે કે કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમકે જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી (ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના
કેવી ?”
અહીં આત્મા ઉપર લઈએ. આત્મા છે તે પોતાના શુદ્ધ કે અશુદ્ધરૂપ વિકારી પરિણમન તે રૂપે પરિણમે છે, તે આત્માનું કાર્ય છે. અત્યારે તો સામાન્ય વાત ચાલે છે ને?! આત્મામાં જે અશુદ્ધ પરિણમન છે, મિથ્યાત્વરૂપ મલિન રાગ-દ્વેષના ભાવનું પરિણમન છે, તેનો કરનાર આત્મા છે અને તે પરિણમન આત્માનું કાર્ય છે; તે કર્મનું કાર્ય નથી. પોતાની જે પૂર્વની અવસ્થા પલટે છે એ ક્રિયાનો કર્તા પણ આત્મા છે. પૂર્વની અવસ્થા જે રાગવાળી હતી તે હવે પોતાના ચેતનદ્રવ્યની દૃષ્ટિ કરવાથી અરાગ અવસ્થા સમ્યગ્દર્શનની પર્યાય થઈ તો એ ક્રિયાનો કર્તા આત્મા છે. આ તો થોડું ઘીરું થઈને સમજવાનું! કાલે સમજવામાં આવ્યું ન હતું! આહા! અનાદિથી આવો મારગ છે.
(૧) બે દ્રવ્યોની (ભિન્ન-ભિન્ન) પર્યાયને એક દ્રવ્ય કરે છે એમ માનવું તે ભ્રમણા છે. આમ માનનારનું લક્ષ પર ઉપર છે. (૨) એક દ્રવ્યની પર્યાયને બે દ્રવ્યો કરે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ છે. પોતાની પર્યાય જે સમયે, જે પ્રકારે-વિકારી કે અધિકારી થાય છે એ વિકારી કે અવિકારી પરિણામ આત્માનું કાર્ય છે.
અહીં એ વાત ચાલે છે કે-ઉપાદાન અને નિમિત્ત બે દ્રવ્યો મળીને ઉપાદાનનું કાર્ય કરે છે... તેમ નથી. ભાઈ ! વસ્તુની સ્થિતિ એ રીતે નથી.
કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો પૂર્વે કહ્યું.” કહે છે કે-રાગની પરિણતિ હો કે નિર્વિકલ્પ સમ્યગ્દર્શનની પર્યાય હો તેનો કર્તા આત્મા છે અને તે ક્રિયા પૂર્વની અવસ્થા પલટીને થઈ તે ક્રિયાનો કર્તા પણ આત્મા છે. તે ક્રિયાને પરની સાથે કોઈ સંબંધ નથી. તેણે પરની સાથે સંબંધ માની રાખ્યો છે તે મિથ્યા ભ્રમ છે. સમજમાં આવ્યું?
આચાર્યદેવ તો ત્યાં સુધી કહે છે કે આત્મા બંધનની પર્યાયનો કર્તા છે એ પણ મિથ્યાભ્રમ છે. વિકારની પર્યાયને તે ભ્રમણાથી કરે છે. શ્રીમદ્જીમાં આવે છે કે“દિગમ્બરના આચાર્ય એમ કહે છે કે-આત્માનો મોક્ષ થતો નથી. મોક્ષ સમજાય છે.” આમ કહ્યું છે તેનો અર્થ શું? આત્મા અજ્ઞાનપણે જ્યાં સુધી વિકારી પરિણતિને કરે છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk