________________
૨૯૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
વ્યાપ્ય વ્યાપકરૂપ પરિણમે છે. ” આહા.. હા ! પોતાનો શુદ્ધ ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ તેનો સ્વીકા૨ ક૨વાથી જે શુદ્ધ ચેતના પરિણામ થયા એ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. આત્માના જ્ઞાન અને ભાન વિના પરના લક્ષથી જે વિકારી પરિણામ થયા તે વિકારી પરિણામ વ્યાપ્ય છે અને અજ્ઞાની આત્મા તેનો વ્યાપક છે. આ રીતે વ્યાપ્ય વ્યાપકતારૂપ પરિણમે છે.
ܕܕ
પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપ ૫૨માણું તે એકલા શુદ્ધપણે પરિણમો પરંતુ તે પરિણામનો કર્તા તેનો ૫૨માણું છે. જ્ઞાનાવર્ણાદિ કર્મપિંડરૂપ પુદ્ગલ દ્રવ્ય પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે. જ્ઞાનાવર્ણાદિ આઠ પર્યાયો કર્મની થાય છે. પર્યાય થઈ તે વ્યાપ્ય અને ૫૨માણું વ્યાપક છે. આત્માએ રાગ કર્યો તો આત્મા વ્યાપક થઈને કર્મની પર્યાયને કરે તેમ છે નહીં. ભારે કામ ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. પોતે પોતામાં વ્યાપ્ય વ્યાપકરૂપ થવું તે તો વસ્તુનું સ્વરૂપ છે.
જુઓ ! આ શરીર ચાલે છે તો અવસ્થા વ્યાપ્ય છે અને એ ૫૨માણું વ્યાપક છે. પરંતુ આત્મા વ્યાપક થઈને તે પુદ્ગલની અવસ્થારૂપ વ્યાપ્યને કરે તેવું બિલકુલ નથી. અજ્ઞાની કેટલું અભિમાન કરે કે-શ૨ી૨ની ક્રિયા મેં કરી, વાણી મેં કરી.. આહાહા ! તે બધા પરિણામ તો ૫૨ના છે. ૫૨ના પરિણામ તે મારું વ્યાપ્ય અને હું તેનો વ્યાપક તે જૂઠી વાત છે.
શ્રોતા:- ગ્રંથ તો આ જ છે છતાં બીજો અર્થ કયાંથી કાઢો છો ?
ઉત્તર:- ગ્રંથ તો આ જ છે. કયાંથી કાઢીએ છીએ તેની તમને ખબર પડી ગઈ. પોતાની દૃષ્ટિથી કાઢીએ છીએ.
ખૂબી તો અહીં છે કે—“ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને મળીને અશુદ્ધ ચેતનારૂપ પરિણામને કરે છે તેમ છે નહીં.” જુઓ! જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં “ દૃષ્ટાંતમાં આવે છે કે-એક પુત્ર છે તેની ઉત્પત્તિ માતા પિતા બન્નેના મળવાથી થઈ છે. પુત્ર બન્નેનો છે. તેમ વિકા૨ છે તે એકલા જીવનો છે તેમ નથી. પુદ્ગલ અને જીવ બન્ને મળીને વિકાર થાય છે એ કહે છે. આવો પાઠ છે. ત્યાં તો પ્રમાણજ્ઞાન કરવાની વાત છે. જ્યારે વિકા૨ થયો ત્યારે સામે કર્મ નિમિત્તરૂપે હતું તેમ જ્ઞાન કરાવ્યું, પરંતુ નિમિત્તથી થયું નથી.
તે
પ્રમાણનો અર્થ શું? નિશ્ચયથી તો વિકાર પોતાથી થયો છે. આ નિશ્ચયને લક્ષમાં રાખીને નિમિત્ત શું છે! તેનું મિલાન કરવું તેનું નામ પ્રમાણજ્ઞાન છે.
પ્રશ્ન:- તે જ્ઞાન સાચું કે જૂઠું છે ?
ઉત્ત૨:- એ તો કહ્યું, નિશ્ચય રાખીને નિમિત્તને ભેળવવું તેનું નામ પ્રમાણ જ્ઞાન છે–બેનું જ્ઞાન છે. જો નિશ્ચય ન મળે તો તે પ્રમાણ સત્ય છે જ નહીં.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk