________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
કલશામૃત ભાગ-૨ પોતાથી રાગ-દ્વેષ કરે છે ત્યારે ત્યાં તેટલા પ્રમાણમાં કર્મ બંધાય છે. છતાં તે કર્મની પર્યાયનો કર્તા આત્મા નથી. આત્માની પર્યાય જે રાગ તે કર્મબંધની પર્યાયનો કર્તા નથી.
પ્રશ્ન થાય છે કે-તે બન્ને એક સાથે છે ને? તો કહે છે. એક સાથ ભલે હો ! પરંતુ અહીંયા રાગ-દ્વેષ થયો અને ત્યાં કર્મબંધ થયો ચારિત્ર મોહમાં, જે ચારિત્ર મોહની પર્યાય બંધનરૂપ થઈ તેનો આત્મા કર્તા નથી. અજ્ઞાની આત્મા પોતાના પરિણામમાં રાગ-દ્વેષ કરે છે તેનો કર્તા છે. અહીંયા આ બે વાત જ લેશે.
બે વાત ? આનંદસ્વરૂપ ભગવાન તે પોતાના જ્ઞાતા-દેખાપણે પરિણમે તો પણ તે પોતાની પર્યાયનો કર્તા છે. અજ્ઞાની જીવ અશુદ્ધ વિકારપણે પરિણમે તો પણ તે પોતાની વિકારી પર્યાયનો કર્તા છે. શુદ્ધ જ્ઞાતાદેષ્ટા આનંદના પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે. આહા. હા! તે ધર્મીનું કાર્ય છે. પોતાનો ચૈતન્ય આનંદસ્વરૂપ જ્ઞાયક સ્વભાવ જે છે તેના જે આનંદ અને શાંતિના નિર્મળ પરિણામ તેનો કર્તા ધર્મી જીવ છે. તે પોતાના નિર્મળ પરિણામનો કર્તા થયો તો તે કર્મના નાશનો પણ કર્તા થયો તેમ છે નહીં. સમજમાં આવ્યું? સૂક્ષ્મવાત છે.
અનંતકાળથી તેણે સ્વતત્ત્વ શું ચીજ છે તે ઉપર દૃષ્ટિ કરી જ નથી. બધી રમતું બહારમાં રમ્યો; તેમાં પણ પોતાની પર્યાયને છોડીને તેણે બહારની પર્યાયમાં કયારેય પ્રવેશ કર્યો જ નથી. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે-“૩મી” એક ચેતના લક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલ દ્રવ્ય (પરિણમત:) મળીને એક પરિણામ સ્વરૂપે પરિણમતા નથી.”
જીવના પરિણામ અને કર્મના પરિણામ બન્ને મળીને જીવના પરિણામ થતા નથી. એમ આત્માના પરિણામ અને પુદ્ગલના પરિણામ બે મળીને પુદ્ગલના પરિણામ થતા નથી. કુંભારના પરિણામ અને માટીના ઘટરૂપ પરિણામ તે બેથી મળીને ઘટના પરિણામ થયા નથી. ઘટ છે તે બે દ્રવ્યનું કાર્ય નથી, તે એકલી માટીનું જ કાર્ય છે.
પ્રશ્ન થાય કે-જડ છે તેમાં વળી કાર્ય શું? જડ છે તો શું થયું! તે પોતાનું પરિણમન કરે છે કે નહીં? સમજમાં આવ્યું?
ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, જુઓ બન્ને દ્રવ્યની વાત લીધી. પોતાનો આત્મા ચૈતન્ય ચીજ અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનું જ્યારે રાગથી ભિન્ન થઈને અનુભવ કર્યો તો તે અનુભવની પરિણતિનો કરવાવાળો જીવ જ છે. વાણીથી અનુભવ થાય છે કે તીર્થકરના દર્શનથી થાય છે તેમ નથી. તે નિર્મળ પરિણતિ બે દ્રવ્યોની નથી પરંતુ એક આત્માની જ છે એમ કહે છે. સમાજમાં આવ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk