________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૭૯ નહીં. ભારે ઝીણું પડે ભાઈ !
સવારે આ વિષય ચાલે છે તે તો એમ જ રાખ્યો છે. બપોરે શક્તિઓનો વિષય જરા સૂક્ષ્મ લીધો છે. લોકો સાંભળે તો ખરા કે શું ચીજ છે. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરે તેના જ્ઞાનમાં ત્રણકાળ અને ત્રણલોક જાણ્યાં છે અને એ વાણીમાં એ ધ્વનિ આવી છે. જેવું દેખ્યું એવું વાણીમાં આવ્યું છે. તે કહે છે કે-નિશ્ચયથી ત્રણ સત્ત્વ નથી. માટી કર્તા, ઘટ કર્મ અને પિંડથી ઘટની ક્રિયા જે થઈ તે ત્રણ સત્ત્વ નથી, ત્રણેનું સત્ત્વ તો એક જ છે.
તેમ ભગવાન આત્મા આનંદની પર્યાયનો કર્તા, આનંદની પર્યાય કાર્ય અને પૂર્વની અવસ્થા પલટીને આનંદ થયો એ ક્રિયા. તે ત્રણેયમાં આત્મા તો એક જ છે.
આ દેહ છોડીને ચાલ્યો જશે ત્યારે એક રજકણ પણ સાથે નહીં આવે. આ શરીર તો માટીનો પિંડ છે. અત્યારે તો હાર્ટફેઈલનું બહુ જ સંભળાય છે. નાની નાની ઉંમરમાં હાર્ટફેઈલ થઈ જાય છે. એકને તો બોલતાં બોલતાં દેહ છૂટી ગયો.
હમણાં અમેરીકાના છોકરાનું સાંભળ્યું ને! તે બહુ હોંશિયાર છોકરો, અમેરીકામાં ૯૦% પાસ થયો. લાખો છોકરામાં આને આવ્યા. લોકોએ તેને ઘણું સન્માન આપ્યું. કાઠિયાવાડી ગુજરાતી છોકરો અને અમેરીકામાં ૯૦% પાસ થયો તેથી લોકો કહે–અમારે સન્માન કરવું છે. રાત્રે અગિયાર વાગ્યે તો સૂતો, સવારે ઉઠીને બીજા જોવે તે મરી ગયો 'તો. અમેરીકામાં બીજી જગ્યાએ તેનો ભાઈ હતો ત્યાં જવાનો હતો. સામાન બાંધી ને તૈયાર રાખ્યો હતો. તેની ઉંમર ૨૬ વર્ષની હતી. દેશમાં આવી ને લગ્ન કરવાનો હતો. એ તો એની સ્થિતિ જે સમયે પૂરી થવાની હોય તેને ત્રણકાળમાં ડોકટર કે કોઈ ઉપરથી ઉતરે તો પણ ફેરવી ન શકે. મોટા-મોટા ડોકટર પણ ચાલ્યા જાય છે ને! આપણા હિંમતકુમાર ચાલ્યા ગયાને!
આપણા ભાવનગરના હોસ્પીટલના મોટા સર્જન તે પ્રભાશંકર પટ્ટણીના સગા થાય. ઓપરેશન કરતાં-કરતાં હોઠ આમ થઈ ગયો, ખુરશીમાં બેસી ગયા. જે સમયે દેહની સ્થિતિ છૂટવાની છે તે અવસ્થા દેહની છે. તેના કર્તા દેહ છે. આત્મા દેહનો કર્તા છે નહીં. પરદ્રવ્ય ઉપરથી કર્તાપણાની દૃષ્ટિ છોડી દે! તારી વિકારની પર્યાયનો કર્તા કેવી રીતે માને ? તે વિકારની પર્યાયની દૃષ્ટિ છોડી અને હું નિર્વિકારી સ્વરૂપ છું તેવી દૃષ્ટિ થઈને નિર્વિકારી થાય છે તેનું નામ ધર્મ છે.
પ્રવચન નં. ૬૭
તા. ૧૫-૮-'૭૭
કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. કોઈ પણ દ્રવ્ય હોય પછી તેમાં આત્મા હો કે પરમાણું એ પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી. અને પોતાના જે પરિણામ થાય છે તેનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk