________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
કલશામૃત ભાગ-૨
સ્પર્શતા નથી.. ચૂંબતા નથી. આહા... હા ! આ બાળક હોય ને નાનકડાં તેનાં કોમળ ગાલ ઉ૫૨ ચુંબન કરે છે ને!? કહે-ના... ના, તેના ગાલને ચુંમતા-અડતા નથી. બાળકના ગાલને બીજાના ગાલ અડતા નથી.
શ્રોતા:- એ તો આપ કહો છો ને ?!
ઉત્ત૨:- આ વાત ન્યાયથી તો કહે છે, ભગવાન !
આહા... હા ! પોતાની સત્તામાં જે ગુણ પર્યાય છે તે પોતાની સત્તામાં રહેલ જે સત્ત્વ છે તેને એકત્વચુંબન કરે છે. ૫૨ની પર્યાય જે દ્રવ્ય-ગુણ છે તેને ત્રણકાળમાં ચુંબન કરતા નથી.. એવી ચીજ છે.
“ ભાવાર્થ આમ છે-કે જે સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે, પરિગતિ: ચ સ્વાત્” ક્રિયા તે પણ સત્તામાત્ર વસ્તુની છે.
બીજાના કારણે અવસ્થા બદલી અને બીજાની સત્તા થઈ ગઈ તેમ છે નહીં. આહા... હા ! મિથ્યાદર્શનનો નાશ થઈને ચેતન શાયક સ્વભાવનું અવલંબન લેવાથી જે સમ્યગ્દર્શનની પર્યાય થઈ તો એક સમયમાં અવસ્થાન્તર થઈ ગયું. જે પર્યાય અવસ્થાન્તર થઈ તેનો કર્તા કોણ છે ? તેનો કર્તા આત્મા છે. જડકર્મ ખસ્યા–દૂર થયા માટે મિથ્યાત્વનો નાશ થયો તેવું ત્રણકાળમાં છે નહીં.
જે કોઈ સત્તા છે તે વસ્તુ છે અને તેની જે અવસ્થા છે તે પણ વસ્તુ છે. તે વસ્તુની અવસ્થા બીજા દ્રવ્યની છે અને તે બીજાદ્રવ્યથી થઈ છે તેમ ત્રણકાળમાં બનતું નથી. જુઓ, આ આંગળી છે. આંગળીની આવી અવસ્થા થઈ છે તો રજકણરૂપ સત્તા છે તેની
તે અવસ્થા છે. તેનાથી તે અવસ્થા થઈ છે. આત્માની ઇચ્છાથી કે આત્માના જ્ઞાનથી આંગળીની અવસ્થા થઈ છે તેવું ત્રણકાળમાં નથી.
“ ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી; યત્: અનેક્ અપિ પુત્ વ” કા૨ણ કે એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ એવું પણ જો કે છે. ”
અહીં એક સત્ત્વના ત્રણ બોલ આવ્યા. આત્મા અથવા એક ૫૨માણુંની સત્તા તે પોતાની પર્યાયનો કર્તા છે. પર્યાયમાં જે રૂપાન્તરરૂપ ક્રિયા થાય છે તે ક્રિયાનો કર્તા અને ક્રિયાનું એ કર્મ તે પોતે છે. જે રાગ થયો તે આત્માનું કર્મ છે, અથવા જે સકિત થયું તે આત્માનું કર્મ છે. તે ત્રણે મળીને વસ્તુ તો એક જ છે–ત્રણેયમાં તું જ છો. સમજમાં આવ્યું ? અત્યારે તો મારગમાં બહુ ગરબડ થઈ ગઈ છે. લોકો પોકાર કરે છે કે-કર્મથી વિકાર થાય છે. કર્મથી વિકાર થાય છે તેમ ન માનો તો એકાંત થઈ જશે.. લોકો એમ કહે છે.
જ
ન
શ્રોતાઃ- આ પુસ્તક તેની પાસે છે ને?
ઉત્ત૨:- પુસ્તક પાસે હોય તો પણ આ વસ્તુ શું કરે ? પુસ્તક કાંઈ બોલે છે કે–
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk