________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
કલશામૃત ભાગ-૨ દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવનો જ્ઞાતા છે. ભગવાન આત્મા તો આવો છે.
ત્રિલોકીનાથ પરમેશ્વર ફરમાવે છે. જે વાણી ઇન્દ્રો અને ગણધરોની વચ્ચમાં નીકળે છે. બાર યોજનમાં ફેલાય છે તે આ વાણી છે. આહા... હા! ભગવાન તું કેવો છો? તારો સ્વભાવ કેવો છે? સ્વપર પરિણતિનો જાણનાર. સ્વના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય ને ધ્રુવ, પરનાં ઉત્પાદ-વ્યયને ધ્રુવ અને પરનાં દ્રવ્ય-ગુણને પર્યાય તેમાં કેવળીની પર્યાય, અનંત સિદ્ધોની પર્યાય, તે બધાનો જાણવાવાળો છે. આહા... હા! પ્રભુ! તું તો જ્ઞાનસ્વરૂ૫ છો ને!? ચિદ્રુપમ્ અર્થાત્ જ્ઞાનનું રૂપ તે તારું સ્વરૂપ છે.
આહા.. હા! ભાવ તો મોટા છે, ભાષા તો જે છે તે છે. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન; સ્વરૂપના ભાન વિના ચારગતિમાં ફરે છે. ચારગતિમાં પોતાના અપરાધથી ફરે છે હોં! કર્મથી રખડતો નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” તે ચંદ્રાનનું ભગવાનની સ્તુતિમાં આવે છે. કર્મ તો જડ છે અજીવ છે. તેની હૈયાતી છે કે નહીં તેની તેને ખબર નથી. આ શરીર છે તેને ખબર છે કે આ શરીર છે? શરીર તો માટી ધૂળ છે તેને જાણવાવાળું તો જ્ઞાન છે. આહા.... હા ! અને હું છું તેનો જાણવાવાળો પણ જ્ઞાન છે.
ભાઈ ! માર્ગ તો બહુ સૂક્ષ્મ છે. અપૂર્વ તત્ત્વજ્ઞાન છે. જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન તે અલૌકિક વાત છે. આહા. હા! જૈન પરમેશ્વર સિવાય દુનિયામાં કયાંય નથી તેવી અલૌકિક ચીજ છે. અરે ! દિગમ્બર સંતો સિવાય આ વાત કયાંય છે નહીં. શ્વેતામ્બરમાં છે નહીં તો બીજા અન્ય મતોમાં તો કયાંથી લાવીશ પ્રભુ!
શ્રોતા- શ્વેતામ્બરમાં થોડો ઘણો ફેર છે?
ઉત્તર:- ઉગમણો આથમણો એટલે પૂર્વ-પશ્ચિમનો ફેર છે. આજથી ૨000 વર્ષ પહેલાં વસ્તુના સ્વરૂપને બદલીને મત નીકળ્યો છે. એ લોકોને દુઃખ લાગે. પરંતુ સત્ય તો આ છે. આતો દિગમ્બર સંતોની પરમાત્માની વાણી છે. તેઓ પરમાત્માનો અનુભવ કરીને કહે છે.
પાઠમાં છે ને.... “સ્વપર પરિણતિ પ્રસિદ્ધ છે.” તે સ્વપર પરિણતિનો જ્ઞાતા છે. પ્રસિદ્ધ છે તેનો જ્ઞાતા છે એમ કહે છે. ભગવાન ! જિનવાણી બહુ સૂક્ષ્મ છે. જિનવાણીનો ભાવ સમજશે તો ન્યાલ થઈ જશે. ત્યાં બહારમાં હજુ એમ કહે છે-શુભભાવ કરો. શુભભાવ કરતાં કરતાં (ધર્મ) થશે. દયાદાન, વ્રત-ભક્તિ-પૂજા કરો. અહીં કહે છે તે શુભભાવ તો રાગ છે. આત્મા રાગનો જાણવાવાળો છે. કરનારો નથી, આહા.. હા ! પડખું ફેરવવું ભારે (કઠિન છે). જેમ ઉંઘમાં આમ સૂતા છો તો હવે આમ (બીજે પડખે) કરવટ ફેરવવાની છે. તેમ પર્યાયબુદ્ધિવાળાએ કરવટ ફેરવવાની છે. અંદર ત્રિકાળીની બુદ્ધિ કરવાની છે. જ્યારે તે તો કહે. રાગ કરો... ને આમ કરો. પ્રરૂપણા પણ આવી ચાલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk