________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૭૩ કયારેય સાંભળ્યું નથી, કદી (અનુભવો કર્યો નથી, પોતાની શું ચીજ છે તેનો કયારેય પત્તો લીધો નથી. શરીર, મન, વાણીની અવસ્થાનો કર્તા તો આત્મા નહીં અને જે પુણ્યપાપના વિકલ્પ ઉઠે છે તેનો કર્તા આત્મા નહીં. હવે જ્યારે આત્મા પોતાના આનંદસ્વરૂપ ઉપર દૃષ્ટિ પડવાથી, પૂર્ણાનંદનો સ્વીકાર થવાથી તેની અવસ્થામાં પણ જે આનંદ આવ્યો તે કાર્ય નામ કર્યુ છે અને આત્મા કર્તા છે તે પણ ઉપચારથી છે. અર્થાત્ આનંદની દશા આનંદમાં થઈ છે. આનંદની અવસ્થા કર્તા, આનંદની અવસ્થા કાર્ય, આનંદની અવસ્થા આધાર છે. સૂક્ષ્મ તત્ત્વ છે. ભગવાન ! આખી દુનિયાથી જુદી વાત તો આવી છે.
અમે તો આખી દુનિયા જોઈ છે ને!? આ શરીરને ૮૮ વર્ષ થયા; શરીરને હોં...! આત્મા તો અનાદિ અનંત છે. આ તો શરીરને ૮૮ વર્ષ થયા. બે આઠડે અઠયાસી. દુનિયામાં ઘણું જોયું છે, ઘણું સાંભળ્યું છે. શાસ્ત્રો પણ ઘણાં જોયા છે. તેમાં હજારો-કરોડો શ્લોક જોયા છે. પણ, આ ચીજ શું છે તે લોકોને ખબર નથી. સમજમાં આવ્યું!?
અહીં તો કહે છે કે- “ય: પરિણમતિ સ વર્તા' અર્થાત્ આત્મા આનંદરૂપે પરિણમે છે. તેનું નામ ધર્મની દશા છે. આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો, આત્માનો અનુભવ થવો તે ધર્મ છે. આત્મ અનુભવમાં અતીન્દ્રિય આનંદની મ્હોર છાપ પડી છે. તે આનંદની પર્યાયનો કર્તા આત્મા અને તે પર્યાય આત્માનું કાર્ય તે બન્નેને ભિન્ન કરીને માનવા તે ઉપચાર છે-વ્યવહાર છે. બાકી આનંદની પર્યાયનો કર્તા આનંદની પર્યાય છે, આનંદની પર્યાયનું કાર્ય આનંદની પર્યાય છે, એક એક સમયની પર્યાયમાં બદ્ધારકનું પરિણમન પોતાથી સ્વતંત્ર થાય છે. ' અરેરે! દુનિયા દુઃખી છે. આ કરોડપતિ પૈસાવાળા છે તે દુઃખી છે. બે કરોડ રૂપિયા છે તે ધૂળ-માટી છે. આ અમારા શેઠ ગોવાવાળા ઘણાં પૈસાવાળા છે. વાળા એટલે શું? અપથ્ય પાણીમાં વાળા નીકળે છે. તો તેનાથી દુઃખ થાય છે. જ્યારે આને તો કેટલા વાળા છે? પૈસાવાળા, આબરૂવાળા, બાયડીવાળા, કુટુંબવાળા, દીકરાવાળા, વેવાઈવાળા એમ કેટલા વાળા વળગ્યા છે તેને ! ભગવાન કહે છે–એ દુઃખી છે. લોકો એમ કહે છે કેપૈસાવાળા સુખી છે. તેમાં ધૂળમાંએ સુખ નથી. સુખ તો તારા આત્માના આનંદમાં છે.
ત્યાં નજરું નથી અને નજરું બહારમાં છે. આહા. હા! “હરણની નાભિમાં કસ્તુરી પરંતુ તે કસ્તુરીની કિંમત હરણને નહીં.” તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદરૂપી કસ્તુરી પડી છે તેની કિંમત નથી અને આ જે પુણ્યના ફળ મળ્યા છે પાંચ-પચાસ કરોડ તેની કિંમત છે તે હરણા જેવો મૃગલો છે. “મનુષા સ્વરૂપે મૃગલા ચરત્તિ”-મનુષ્યના રૂપમાં મૃગલા ચરે છે. અજ્ઞાની મૃગલો છે. તેમ અહીં કહે છે.
એમ કહેવું વિરુદ્ધ નથી.” આટલું શું કરવા કહ્યું? વિરોધ નથી એટલે કે અહીં આત્માને કર્તા અને પરિણામને કર્મ કહેવું છે તેથી એટલા વ્યવહારનો વિરોધ નથી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk