________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
કલશાકૃત ભાગ-૨ આકાર પ્રમાણે ઘડો થવો જોઈએ. બીજું કુંભારનો સ્વભાવ તેમાં પ્રવેશ થવો જોઈએ. કુંભાર ઘડાનો કર્તા છે? ના. આવી આકરી વાતું છે ભાઈ !
તેમ પૂજામાં જે સ્વાહા કરીએ છીએ તે શરીરની ક્રિયા અને ભાષાની ક્રિયાનો કર્તા આત્મા નથી. ભગવાનની વકિલાતની વાતું આવી છે.
પ્રશ્ન:- પરંતુ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને?
ઉત્તર:- નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અર્થ શું થયો? નિમિત્ત તો બીજી ચીજ છે... તેથી તેનાથી થયું તેમ નથી. કુંભાર ઉપસ્થિત હો પરંતુ કુંભારથી ઘડો થયો તેવું ત્રણકાળમાં નથી.
પ્રશ્ન- હોંશિયાર કુંભાર હોય તો ઘડા સારા થાય અને ઠોઠ કુંભાર હોય તો ઘડા સારા ન થાય ?
ઉત્તર- સારા ઘડા થવાની અવસ્થારૂપ તો તે માટી થઈ છે. કુંભારથી ઘડા સારા થયા નથી. શાસ્ત્રમાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે-“સારા ઘડા બનાવવા માટે વિચિક્ષણ કુંભારને કેમ ગોતો છો?' વિચિક્ષણ કુંભારથી ઘડા સારા થાય છે ને!? કહે છે-ના, કુંભારની વિચિક્ષણ શક્તિની પર્યાય કુંભારનાં આત્મામાં છે, તેણે શું ઘડામાં પ્રવેશ કર્યો છે કે તે સારા ઘડા બનાવે.
આ (આસો મહિનામાં) નોરતા (નવ રાત્રિ) આવે છે ત્યારે કુંભાર ગરબો બનાવે છે. તે ગરબામાં કાંણા-( છિદ્રો) રાખે અને અંદર દીવો પેટાવીને મૂકે. જે હોંશિયાર કુંભાર હોય તે ગરબામાં કાણાં પાડી શકે એમ અજ્ઞાની માને છે. હવે જે દૃષ્ટાંત આપ્યો તેનો સિદ્ધાંત. ગરબો ફૂટી જાય તો દીવો ઓલવાય જતો નથી. તેમ આ શરીર ફૂટી જાય તો આત્મા ઓલવાય જતો નથી. કારણ કે આત્મા શરીરથી ભિન્ન છે.
શ્રોતા:- દષ્ટાંત ફરીથી સમજાવો.
ઉત્તર- સમયસારમાં આવે છે કે-ઘડો અને દીવો બન્ને ચીજ ભિન્ન છે. ઘડો ફૂટી જાય તો દીવો ઓલવાય જાય એમ નથી. દીવો તો દીવો છે. કારણ કે બન્ને ચીજ ભિન્ન છે. કદાચિત્ દીવો ઓલવાય ગયો તેથી ઘડો ફૂટી જાય એમ પણ નથી. જીવ ચાલ્યો જાય અને આ માટીનું ઘર તૂટી જાય, ફૂટી જાય એવું પણ છે નહીં. બન્ને ચીજ તન્ન ભિન્ન છે. ભિન્નના ભેદજ્ઞાનના અભાવમાં બેને એક માને છે.
પ્રશ્ન- વાત તો બરોબર છે પરંતુ આપે પરિવર્તન કાળમાં મુપત્તિ છોડી હતી કે નહીં? - ઉત્તર- છોડી ન હોતી, એ છૂટી ગઈ હતી. જે નગ્નમુનિ થાય છે તે વસ્ત્રને છોડતા નથી, તેને વસ્ત્ર છૂટી જાય છે. આ પ્રશ્ન પણ થયેલો! અહીં તો ઘણાં પ્રશ્નો થાય છે. અહીં તો ઘણાં પંડિત આવી ગયા ને? અહીં સ્વાધ્યાય મંદિરમાં એકવાર પ્રશ્ન થયો 'તો..!મુનિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk