________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૭૫ પોતાની ચીજની એ ખબર નથી. જ્યારે તું જ્ઞાનસ્વરૂપ છો તેથી તને તારી ખબર છે અને જડ કોણ છે તેની પણ ખબર છે. આ જડને, શરીરને ખબર છે કે-હું શરીર છું? આ જડમાટી-ધૂળની અતિ છે તેની તેને ખબર છે? તેની ખબર તો જ્ઞાનને છે કે આ જડ છે અને હું ચેતન છું. આ અજીવ છે હું જીવ છું, આ જડમાટી છે હું ચૈતન્ય સ્વરૂપ છું તેવું જ્ઞાન તો આત્માને છે, આ જડને તો છે નહીં. “તો કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ.” હું મારી ભૂલથી જ રોકાયેલો છું કર્મથી નહીં. આવે છે કે “અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા.” કર્મથી ભૂલ્યો છે એમ નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે.
શ્રોતા- બીજાની ભૂલ કાઢવાની એને ટેવ પડી ગઈ છે.
ઉત્તર- એવો અનાદિનો અભ્યાસ છે ને!? તેની શું ભૂલ છે તેની પણ તેને ખબર નથી. અહીં એ વાત કરે છે–તારી ભૂલથી થયેલી ભ્રમણા કે પુણ્ય-પાપના ભાવનો કર્તા હું છું. એવી ભ્રમણાનો કર્તા તું છે અને અજ્ઞાનભાવે એ ભ્રમણા તારું કાર્ય છે.
જ્ઞાનસ્વભાવે સ્થિત ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા તેની સત્તા આનંદસ્વરૂપે શાશ્વત છે. આવા આત્માની દૃષ્ટિ થતાં તેની પર્યાયમાં ધર્મનું પરિણમન થયું તો ધર્મી ભગવાન આત્મા કર્તા અને ધર્મની અવસ્થા તે આત્માનું કર્મ છે. હવે બીજી એ વાત કહેવી છે-અલૌકિક પ્રભુ! પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા શાશ્વત છે. એ અવિનાશી પ્રભુ ઉપર જ્યારે દૃષ્ટિ પડે છે ત્યારે પર્યાયમાં આનંદની દશા ઉત્પન્ન થઈ એ અવસ્થાનો આત્મા કર્તા અને અવસ્થા કાર્ય તેમાં વિરુદ્ધ નથી. કેમકે (દ્રવ્યર્તા-પર્યાયકર્મ તેમ) બે કીધાં ને? બે થઈ ગ્યાને? તેમ હોવા છતાં પણ પર્યાયની સત્તાનું પરિણમન છે માટે વિરુદ્ધ નથી. દ્રવ્યના જે પરિણામ કાર્ય છે એ પરિણામ તે દ્રવ્યનું કર્મ કહેવામાં આવે છે. ક્રિયા એવા નામથી કહેવામાં આવે છે.
યા પરિણતિઃ સા યિ” દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉતર અવસ્થારૂપ થવું તેનું નામ ક્રિયા કહેવાય છે. દરેક પદાર્થની પૂર્વ અવસ્થામાંથી બીજી અવસ્થા થવી તેને ક્રિયા કહેવામાં આવે છે. તે હવે દેખાંત દ્વારા કહે છે.
જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી “કર્તાકહેવાય છે, નીપજેલો ઘડો “કર્મ' કહેવાય છે, તથા માટી પિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા' કહેવાય છે;
માટી ઘટરૂપ થાય છે પરંતુ કુંભારથી ઘટ થતો નથી માટે માટી કર્તા કહેવાય છે. માટી જડ છે, જડને ખબર નથી કે હું ઘટની કર્તા છું પરંતુ તે પરિણમન કરે છે કે નહીં? આહા.. હા ! સૂક્ષ્મવાત છે બાપુ ! શું કહે છે? જુઓ, કૃતિકા કર્તા કહેવાય છે કારણ કે માટી ઉત્પન્ન થતી નથી. માટી તો છે જ પરંતુ માટીમાંથી ઉત્પન્ન થયેલો ઘડો કર્મ કહેવાય છે-વિકાર્ય કહેવાય છે. માટીનું ઘટરૂપ થવું તે માટીનું કાર્ય છે, તે કુંભારનું કાર્ય નથી. કુંભારથી કદી ઘડો થયો જ નથી. જો કુંભારથી ઘડો થતો હોય તો કુંભારના શરીરના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk