________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
કલશાકૃત ભાગ-૨ “કારણ કે અવસ્થા પણ છે.” આત્માના આનંદની નિર્મળ અવસ્થા પણ છે. અને આત્મા તેનો કર્તા એમાં તેને વિરોધ નથી. ખરેખર તો કર્તા અને કાર્ય એ બન્ને ભિન્ન છે છતાંય અંતરની ચીજ આવી પણ છે. ભગવાન આત્મા આનંદસ્વરૂપે, આનંદરૂપે થાય છે તે આનંદની અવસ્થા કાર્ય છે.
આગળ તો ભાષા લીધી છે કે-તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવપરિણામ છે. તેદ્રવ્યનો પરિણામ-કર્મ” એ નામથી કહેવાય છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે-નિશ્ચયથી વિકારી પરિણામ જે પુણ્ય-પાપના પરિણામ થાય તે અજ્ઞાનીનું કાર્ય છે. આત્માનું ફળ લેવું હોય ત્યાં વિકારી પરિણામ પણ આત્માનું કાર્ય નહીં. ભગવાન આત્મા આનંદસ્વરૂપ મહાસત્તા છે. -હું પૂર્ણાનંદ શાશ્વત પ્રભુ છું તેવો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થયો તો જે આનંદની દશા થઈ તે પોતાનું કાર્ય અને આત્મા તેનો કર્તા છે. એમ બન્નેને ભેદથી કહેવું વિરુદ્ધ નથી. સમજમાં આવ્યું?
આ મોટી કંપનીઓમાં બધે ગપે ગપ્પ ચાલતાં હોય છે. હું કરું.. હું કરું; આને હું કરું છું. ભગવાન! તું કોણ છો? તારી સત્તા ઓળંગી અને બીજા દ્રવ્યમાં તારી સત્તા પ્રવેશ કરે છે? તારું હોવાપણું જે છે એ છોડી અને પરદ્રવ્યની સત્તામાં તે પ્રવેશ કરે છે? તો પછી તું પરનો કર્તા કેવી રીતે થયો?
પ્રશ્ન:- હું કરું છું. હું કરું છું તે શું ગપ્પ છે?
ઉત્તર- અજ્ઞાનીએ માનેલું ગપ્પ છે. અમે બધા આ કરીએ છીએ, શેઠિયા આ કરે છે તે બધી ગપ્પ છે એમ કહે છે. ગ્વાલિયરના શરાફ ગાદી ઉપર બેસે પછી તે કહે-પચીસ હજાર આને આપો, પાંચ હજાર ફલાણાને ધો! આ બધાનો કોણ કર્તા? ગપે ગપ્પા જ છે. ગપ નથી પરંતુ મિથ્યાત્વની ભ્રમણાનું સત્ય છે. ભ્રમણા પણ વસ્તુ છે. એવી ભ્રમણા પણ થતી નથી એમ નથી.
આ કળશ તો સમયસારની ૮૬મી ગાથા પછીનો છે. ૮૩ ગાથામાં આવ્યું છે કેસમુદ્રમાં જે તરંગ ઉઠે છે તે તરંગનો કર્તા સમુદ્ર છે.. અને તરંગ તેનું કાર્ય છે. પરંતુ પવન વાયો તેથી તરંગ ઉઠયા અને પવન તરંગનો કર્તા અને તરંગ તેનું કાર્ય એમ નથી. અત્યારે તો આ વાત બહુ જ ચાલે છે કે-કર્મ નિમિત્ત છે તો જીવમાં વિકાર થાય છે. કર્મ વિના વિકાર કેવી રીતે થાય? એવું અત્યારે ગપ્પ ચાલે છે. જૈનમાં જડકર્મને કર્તા બનાવ્યા અને અન્યમતમાં ઈશ્વરને કર્તા બનાવ્યા. અહીં કહે છે કે મારા કર્તા કર્મ મારામાં, મારાથી છે.
છાપામાં આવ્યું છે કે-વ્યવહારનયથી કર્મથી પણ વિકાર થાય છે. તો શું આત્મા ચારગતિમાં રખડે છે તે કર્મથી રખડે છે? કે પોતાથી રખડે છે? કર્મથી રખડે છે તે પ્રભુ! તારી ભૂલ છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” કર્મ તો જડ છે, તે બિચારાને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk